Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

પેસિફિક રાષ્ટ્ર ટોંગા નજીક દરિયાની અંદર જ્વાળામુખી ફાટી નીકળ્યા બાદ અમેરિકી વેસ્ટ કોસ્ટ, અલાસ્કા, હવાઈના ટાપુઓ માટે સુનામીની ચેતવણી

રાજધાની નુકુઆલોફામાં સમુદ્રતટ પર જબરદસ્ત મોટા મોજાઓ ઉછળતા લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા: ભારે પાયમાલી

પેસિફિક રાષ્ટ્ર ટોંગાની નજીક સમુદ્રની અંદર જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો, જેણે કારણે દેશના નાગરિકોને સુનામી માટે તૈયાર રહેવા ચેતવણી આપવામાં આવી છે. રાજધાની નુકુઆલોફામાં સમુદ્રતટ પર જબરદસ્ત મોટા મોજાઓ ઉછળતા લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ભારે પાયમાલી ફેલાઈ હતી.

ટોંગા નજીક મોટાપાયે અન્ડરસી જ્વાળામુખી ફાટી નીકળ્યા બાદ શનિવારે નેશનલ વેધર સર્વિસ દ્વારા US વેસ્ટ કોસ્ટ, હવાઈ અને અલાસ્કાના મોટાભાગના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, જે હવે અમેરિકી રાજ્યો કેલિફોર્નિયા, ઓરેગોન, વોશિંગ્ટન, દક્ષિણપૂર્વ અને દક્ષિણ અલાસ્કા (અલાસ્કા દ્વીપકલ્પ સાથે), કેનેડિયન પ્રાંત બ્રિટિશ કોલંબિયા અને એલ્યુટીયન ટાપુઓ માટે પણ અમલમાં આવી છે

(9:35 pm IST)