Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

NRI ,PIO ,OCI કાર્ડધારક ભારતીય વંશજોને ભારતમાં સ્થાયી મિલકત ( રેસીડન્શીઅલ /કોમર્શિયલ ) ખરીદ વેચાણ માટે RBI ની મંજૂરી જરૂરી નથી

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ( RBI  ) દ્વારા તેના તારીખ 29 ડિસેમ્બર 2021 ના જાહેર પરિપત્રમાં NRI , OCI  અને PIO કાર્ડ ધારકો માટે વિદેશમાં વસતા ભારતીય વંશજો માટે એક વિશેષ સ્પષ્ટીકરણ કરેલ છે.

જેમાં જણાવ્યા પ્રમાણે ઉપર્યુક્ત કાર્ડધારકો ભારતીય વંશજો હોય તો ભારતમાં immoveble property , ઘર /રેસીડન્શીઅલ તથા કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદ યા વેચાણ માટે રિઝર્વ બેન્કની મંજૂરી જરૂરી નથી.તેઓ વિના સંકોચે લે વેચ કરી શકે છે.પણ તેમાં જો કઈ કેપિટલ ગેઇન ટ્રાન્ઝેકશન્સ થયા હોય તો તે માટે આ NRI ,PIO ,OCI કાર્ડ ધારકોએ તેમના non residential external ( NRE ) non residential ordinary ( NRO ) અને foreign currancy non residant  ( FCNR-B ) એકાઉન્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે.અને તેના પર જરૂરી ટેક્સ /ડ્યુટી તથા બીજી જોગવાઇઓના સંપૂર્ણ અમલ બાદ તે રકમ મેળવી શકશે.સરકાર આ બાબતમાં વધુ સ્પષ્ટતા કરતા જણાવે છે કે આ પેમેન્ટ transaction માં traveller's cheque and forein currancy note નો ઉપયોગ નહીં કરી શકે.

 

આ બધી ખરીદી વેચાણની પ્રક્રિયા અધિકૃત બેન્કિંગ ચેનલ મારફત જ કરવાની રહેશે.NRI ,PIO અને OCIs FEMA ( foreign exchange management act )ના કાયદાઓ જે 1999 માં અમલી બન્યા તે થકી આ transactions કરવામાં આવશે.આ અગાઉના 1973 ના  ( foreign exchange regulation act ) FERA ની જોગવાઈઓને બદલે 1999 ની  FEMA અંતર્ગત જોગવાઈઓ લાગુ પડશે.

 

આ સાથે એ બાબત પણ સ્પષ્ટ થાય છે કે જે ફોરેનર છે અને ભારતીય વંશજ નથી તે ઉપર્યુક્ત immoveble property જેવી કે  residential અથવા commericial property નું ખરીદ વેચાણ કરી શકશે નહીં.આ ભેદરેખા સહુએ સમજી લેવી જરૂરી છે.

 

ફોરેનર કે વંશજને ખેતીવાડીની જમીન  ( farm land ) અને ફાર્મ હાઉસને આ immoveble property ખરીદવા /વેચવા માટે RBI ની સંપૂર્ણ મંજૂરી તદ્દન જરૂરી છે.તે વિના ખરીદી નહીં કરી શકાય

.
RBI ના નિયમ અનુસાર પ્રોપર્ટીના ખરીદ વેચાણ પર જે કઈ ટેક્સની રકમ ભારતમા ભરી હશે તેને double taxation avoidance agreement  ( DIAA ) ની treaty અન્વયે NRI ,PIO , OCI કાર્ડધારક પોતે જે દેશમાં રહેતો હોય ત્યાંના IRS રિટર્નમાં તે રકમને ક્રેડિટ તેમના CPA ના માર્ગદર્શન નીચે મેળવી શકશે.આ સ્પષ્ટતા બધી જ તથા કથિત અફવાઓને રદિયો આપે છે.

અહેવાલ -શ્રી ચંદ્રકાન્ત ત્રિવેદી      
31-12-2021

(12:22 pm IST)