Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

દમણમાં મરવડમાં હોસ્પિટલમાં 10 વર્ષની સગીરા સાથે સિક્યોરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ

દમણ પોલીસે આરોપી સિક્યુરિટી ગાર્ડની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

 

દમણ ખાતે મરવડ હોસ્પિટલમાં હાજર સિક્યોરિટી ગાર્ડે 10 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના અંગે સગીરાએ તેના પરિવારને ઘટનાની જાણ કરતા પરિવારે દમણ પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે.

પીડિતાની ફરિયાદને આધારે દમણ પોલીસે મરવડ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ સામે FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દમણ પોલીસએ ઝડપી કામગીરી કરીને આરોપી સિક્યુરિટી ગાર્ડની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે અને તેની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. દમણ પોલીસ દ્વારા આરોપીને દમણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

(12:49 am IST)