Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

કોરોનાકાળમાં અખિલેશ યાદવને ભીડ ભેગી કરવી પડી ભારેઃ સપાના ૨૫૦૦ નેતાઓ સામે FIR

સપાએ વર્ચ્‍યુઅલ રેલીનું નામ આપ્‍યું, પરંતુ ત્‍યાં સોશિયલ ડિસ્‍ટન્‍સિંગના ધજાગરા ઉડાવવામાં આવ્‍યા અને કોઈ કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્‍યું નહતું

લખનૌ,તા. ૧૫ : કોરોનાના વધતા જતા કેસો વચ્‍ચે ચૂંટણી પંચ દ્વારા રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. આ પ્રતિબંધ ૧૫ જાન્‍યુઆરી સુધી ચાલુ રહેશે. પરંતુ લખનૌ સમાજવાદી પાર્ટીની ઓફિસની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સપાએ તેને વર્ચ્‍યુઅલ રેલીનું નામ આપ્‍યું, પરંતુ ત્‍યાં સોશિયલ ડિસ્‍ટન્‍સિંગના ધજાગડા ઉડાવવામાં આવ્‍યા અને કોઈ કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્‍યું નહતું. હવે સપા વિરુદ્ધ જ્‍ત્‍ય્‍ નોંધવામાં આવી છે. કુલ ૨૫૦૦ કાર્યકર્તાઓ સામે કેસ નોંધવામાં આવ્‍યો છે.
સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ એસપી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર ડીકે ઠાકુરે કહ્યું કે સમાજવાદી પાર્ટીના અઢી હજાર નેતાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્‍યો છે, જેમાં ૨૬૯ ૨૭૦ ૧૪૪ એપિડેમિક એક્‍ટ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. પોલીસ દ્વારા પહેલા વીડિયોગ્રાફી કરવામાં આવી, ત્‍યારબાદ તેમની ઓળખ કરવામાં આવી અને પછી કેસ નોંધવામાં આવ્‍યો.
અત્‍યાર સુધી આ વિવાદ પર સમાજવાદી પાર્ટી દ્વારા કોઈ સ્‍પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ભાજપે તેને મોટો મુદ્દો બનાવ્‍યો છે. ભાજપના પ્રવક્‍તા ગૌરવ ભાટિયાએ ભારપૂર્વક જણાવ્‍યું છે કે સપાએ કોરોના સમયગાળા દરમિયાન ચૂંટણી પંચના નિયમોની મજાક ઉડાવી છે, સોશિયલ ડિસ્‍ટન્‍સિંગના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્‍યા છે.
આ સમગ્ર મામલે લખનૌ જિલ્લા અધિકારી અભિષેક પ્રકાશે પણ સ્‍પષ્ટ કર્યું છે કે આ કાર્યક્રમ માટે સપા દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવી નહતી. આ કાર્યક્રમની માહિતી મળતાં જ પોલીસને સપા ઓફિસ ખાતે મોકલી આપવામાં આવી હતી અને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજે સપાએ લખનૌમાં સ્‍વામી પ્રસાદ મૌર્યને લઈને એક મોટો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. સ્‍વામી ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. આવી સ્‍થિતિમાં મોટો રાજકીય સંદેશ આપવા માટે ભારે ભીડ પણ ઉમટી પડી હતી અને ભાજપ પર પણ આકરા પ્રહાર કરવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં સ્‍વામીથી લઈને અખિલેશ યાદવ સુધીના દરેક દિગ્‍ગજોએ પોતાના વિચારો વ્‍યક્‍ત કર્યા હતા. આગામી ચૂંટણીમાં સપાને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે જયારે ભાજપનો સૂપડો સાફ થશે તેવો દાવો કર્યો છે. અખિલેશ યાદવે તો ત્‍યાં સુધી કહ્યું કે કોઈએ વિચાર્યું પણ નહોતું કે ચૂંટણી આ રીતે થશે.
હવે વર્ચ્‍યુઅલ રેલીની વાત છે કે આપણે ડિજિટલ પ્‍લેટફોર્મ પરથી આપણા વિચારો વ્‍યક્‍ત કરવાના છે. એ વાત સાચી છે કે આપણે વર્ચ્‍યુઅલ અને ડીજીટલ અંગેની વસ્‍તુઓ જાણીએ છીએ, પરંતુ આપણા કાર્યકરોમાં જે શક્‍તિ છે તેની સાથે કોઈ મુકાબલો કોઈ કરી શકે એમ નથી.
 

(10:42 am IST)