Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

સમગ્ર યુ.એસ.એ માં ૩ મહિના માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવાશે ?

નવી દિલ્હીઃ ૨૦મીએ યુ.એસ.એ.ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદાયના પગલે નવા પ્રમુખ જો બાયડનનું રાજ શરૂ થઇ જશે ત્યારે સહુ પ્રથમ પગલુ અમેરીકામાં ત્રણેક મહિના માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવાશે તેમ આધારભૂત વર્તૂળોમાંથી જાણવા મળે છે. અમેરીકામાં દિવસોથી રોજના ૨ થી ૩ લાખ નવા કોરોના કેસો બહાર આવી રહયા છે અને દરરોજ પંદરસોથી ત્રણ હજાર નવા મૃત્યુ થઇ રહયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે માસ્ક પહેરવાની સંપૂર્ણ છુટ આપી દીધી છે. ત્યારે સમગ્ર યુએસએમાં કોરોના બેકાબુ બની ભયાનક રૂપ ધારણા કરી રહયો છે.

જો બાયડન સત્તા સંભાળતાવેંત કોરોના સામે જંગ શરૂ કરી વ્યાપક અસરકારક પગલા લેશે તેમ જાણવા મળે છે. તેમા માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવાશે તેવી યુ.એસ.એ.માં પણ ભારે ચર્ચા છે.

(4:37 pm IST)
  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST

  • લેન્ડ ગ્રેબીંગ અંગે આજે સાંજે પ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે બીજી બેઠક મળશેઃ કેસો મંગાવાયા : રાજય સરકારે જમીન માફીયાઓ સામે દાખલ કરેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા અંગેની આજે બીજી મહત્વની બેઠક કલેકટરના અધ્યક્ષપદે સાંજે પ વાગ્યે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સીપી-ડીસીપી-એસપી-પ્રાંત-મ્યુ. કમિશ્નર-ડીડીઓ-રૂડા તથા અન્ય કુલ ૧૮ અધિકારીઓ હાજર રહેશેઃ સંખ્યાબંધ કેસો હોવાની શકયતાઃ સીટી પ્રાંત-ર દ્વારા પણ ૧ કેસ. આજે કેસોની સમીક્ષા બાદ કેસો દાખલ કરવા અંગે નિર્ણય. access_time 4:26 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,336 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,43,844 થઇ :એક્ટિવ કેસ 2,08,357 થયા: વધુ 16,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,78,437 થયા :વધુ 771 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,665 થયા access_time 1:04 am IST