Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

૧૫ જાન્યુઆરી

આજના દિવસનું મહત્વ

દોસ્તો, તાકાત- શિસ્ત અને સંયમના સંગમ સમાન ભારતીય સૈન્યને સલામ કરવાનો આજે દિવસ છે. આજે આર્મી- ડે છે. જવાનોને સલામ અને શુભેચ્છા.

આજે ભારત માટે ટર્નિંગ પોઈન્ટ સમાન દિવસ છે. ૧૯૪૨ની સાલમાં આજના દિને મહાત્મા ગાંધીજીએ જવાહરલાલ નેહરૂને પોતાના રાજકીય વારસદાર ઘોષિત કર્યા હતા. વર્ધામાં યોજાયેલી કોંગ્રેસ કમિટીની બેેઠકમાં આ ઘોષણા થઈ હતી.

નરેન્દ્રભાઈ મોદી સરકારે નોટબંધી કરી હતીએ વાસ્તવમાં નોટબંધી નહિ, ચલણ પરિવર્તન હતું. ૧૯૭૮ની સાલમાં આજના દિને અસલી નોટબંધી થઈ હતી. ભારતના રાષ્ટ્રપતિના આદેશથી રૂ.૧ હજાર, પાંચ હજાર અને ૧૦ હજારની ચલણી નોટ રદ્દ કરાઈ હતી. આ ચલણી નોટ્સ પસ્તી બની ગઈ હતી. લોકો રૂ.૧૦ હજારની નોટનું ભૂંગળુંવાળીને બીડી બનાવી મજાક ઉડાવતા હતા.

૧૯૩૪ની સાલમાં આજના દિને બિહારમાં વિનાશકારી ભૂકંપ થયો હતો, જેમાં ૨૦ હજાર લોકોના મોત થયા હતા.

આજે ફિલ્મ અભિનેત્રી ભાનુપ્રિયાનો જન્મ દિવસ છે. અભિનેત્રી નીલ નીતિન મુકેશનો પણ આજે જન્મ દિવસ છે.

આજે પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાની પુણ્યતિથિ છે. ૧૯૯૮ની સાલમાં તેઓનું નિધન થયું હતું. નંદાજી બે વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન રહી ચુકયા હતા.

બહુજન સમાજ પાર્ટીના માયાવતીનો આજે જન્મ દિવસ છે. તેઓનો જન્મ ૧૯૫૬માં થયો હતો. માયાવતીએ એક સમયે રાષ્ટ્રીયસ્તરે પ્રભાવી ભૂમિકા ભજવી હતી. છેલ્લા વર્ષોમાં બસપાનો પ્રભાવ ઘટ્યો છે. યુપીમાં પણ પ્રભાવી ભૂમિકા રહી નથી.

૧૯૪૮ની સાલમાં આજના દિને ગૌરવવંતી ઘટના ઘટી હતી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ સરદાર પટેલની હાજરીમાં ભાવનગર રાજય દેશને અર્પણ કર્યું હતું. પોતાનું રાજય રાષ્ટ્રને અર્પણ કરનાર પ્રથમ રાજવી કૃષ્ણકુમારસિંહજી બન્યા હતા. તેઓની રાષ્ટ્રભકિતને વંદન.

(3:30 pm IST)