Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

દક્ષિણ ઓસ્ટ્રેલીયામાં પ૦૦૦ ઉંટોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધાઃ બુશફાયરએ જિંદગી અને સંપતિને મોટુુ નુકસાન પહોંચાડયુ

દક્ષિણ ઓસ્ટ્રેલીયામા બુશફાયરએ જિંદગી અને સંપતિને મોટું નુકસાન પહોંચાડયુ છે. પણ આ બુશ ફાયરથી પણ ખતરનાક થોડુ એવું છે જે વિશે તમે પણ વિચારવા લાગશો કે પર્યાવરણને લઇ આપણે કઇ દિશામા આગળ વધી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયામા઼ પ૦૦૦ ઉંટોને મોતને ઘાટ ઉતારી દેવામા આવ્યા છે. હેલિકોપ્ટરથી પ્રોફેશ્નલ શૂટરએ આ જંગલી ઉંટોને મારી નાખ્યા. દક્ષિણી ઓસ્ટ્રેલિયા દુષ્કાળની સમસ્યાથી પસાર થઇ રહ્યા છે.

         દક્ષિણ ઓસ્ટ્રેલિયાના અબોર્જિનલ નેતાઓએ  કહ્યું કે દૂષ્કાળને લઇ મોટી સંખ્યામાં ઉંટો ગામની તરફ આવી રહ્યા છે. જેથી ગામમાં સીમીત ભોજન અને જળ સંશાધનો પર ખતરો હતો જેને લઇ આ પગલુ ભરવામાં આવ્યું છે. દક્ષિણી ઓસ્ટ્રેલીયાના લોકો સતત ફરિયાદ કરી રહ્યા હતા કે જાનવર પાણીની શોધમા ઘરમાં ઘૂસી જાય છે. આ પછી આદિવાસી નેતાઓએ ૧૦૦૦૦ ઉટોને મારવાનો નિર્ણય કર્યો. નેતાઓને ચિંતા છે કે જાનવર ગ્લોબલ વોર્મિગને વધારી રહ્યા છે. એક વર્ષમા એક ટન કાર્બન હાઇડ્રોકસાઇડ બરાબર મિથેનનું ઉત્સર્જન કરે છે.

(10:59 pm IST)