Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને કરાશે તેમના સત્તાવાર બંગલાની બાજુમાં શિફ્ટ :રહેશે નજરબંધ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફ્રન્સનાં  નેતા ઓમર અબ્દુલ્લાને તેમના સત્તાવાર બંગલામાં શિફ્ટ કરવામાં આવશે જોકે હજુ  તે નજરકેદ રહેશે.

 સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોના હવાલેથી આ માહિતી આપી હતી. કલમ 37૦  હટાવ્યા અબ્ડથી ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરમાં 163 દિવસથી નજરકેદમાં છે.


જોકે, પૂર્વ સીએમ અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની જગ્યાએ ફેરફાર થવાના સમાચાર નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 5 ઓગસ્ટે આર્ટિકલ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્ય પ્રધાનો - ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા છે. ફારુક અબ્દુલ્લાને જાહેર સલામતી અધિનિયમ હેઠળ 17 સપ્ટેમ્બરે નજરકેદ રાખવામાં આવ્યા હતા, જ્યારે ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને શહેરના જુદા જુદા ભાગોમાં નજરકેદ રાખવામાં આવ્યા છે.

(10:13 pm IST)