Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

કેરળ અને પશ્ચિમ બંગાળે એનપીઆર લાગુ કરવા ઇન્કાર કર્યો

કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડતા જ બંને રાજ્યોએ લાગુ નહિ કરવા એલાન કર્યું

નવી દિલ્હી:  દેશભરમાં નાગરિકતા સુધારા અધિનિયમ અને એનઆરસીને લઈને રાજકીય હંગામો વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એકવાર તમામ રાજ્યોને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) નોટિફિકેશન બહાર પાડ્યું છે. જ્યારે કેરળ અને પશ્ચિમ બંગાળએ કેન્દ્ર સરકારને તેમના રાજ્યમાં એનપીઆર લાગુ નહીં કરવા જણાવ્યું છે

સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે ફરીથી તમામ રાજ્યોને એનપીઆરની માહિતી જારી કરી છે. નોંધપાત્ર વાત એ છે કે ઘણા રાજ્યો પહેલાથી જ તેમના રાજ્યોમાં એનસીઆર અને એનપીઆર લાગુ નહીં કરવાની વાત કરી ચૂક્યા છે. તેમાંના મોટા ભાગના એવા રાજ્યો છે જ્યાં વિરોધી પક્ષો સરકારમાં છે.

  કેન્દ્રીય મંત્રીમંડળથી રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) ની મંજૂરી મળ્યા પછી ગૃહમંત્રી અમિતભાઈ  શાહે કહ્યું કે એનઆરસી સાથે તેનો કોઈ સંબંધ નથી. સાથે જ સ્પષ્ટતા પણ કરી હતી કે દેશમાં એનઆરસી પર કોઈ વાત નથી. આ અંગે ચર્ચા કરવાની જરૂર નથી. અમિતભાઈ  શાહે કહ્યું હતું કે જો કોઈ નાગરિકનું નામ એનપીઆરમાં નોંધાયેલું નથી, તો તે તેની નાગરિકતા સમાપ્ત કરશે નહીં.

(9:35 pm IST)