Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

હવે NIA કાયદા વિરુદ્ધ સુપ્રીમકોર્ટ પહોંચી છત્તીસગઢ સરકાર

એ સરકાર દ્વારા બનાવવામાં આવેલ એનઆઈએ એક્ટને ગેરબંધારણીય જાહેર કરવા અરજી

નવી દિલ્હી :નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ને કેરળ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ હવે બીજા કાયદાની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. છત્તીસગઢની કોંગ્રેસી સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે, જેમાં વિનંતી કરવામાં આવી છે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી અધિનિયમ, 2008 અથવા તેની પોતાની પાર્ટીની આગેવાની હેઠળની યુપીએ સરકાર દ્વારા બનાવવામાં આવેલ એનઆઈએ એક્ટને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે.

  છત્તીસગઢ સરકાર રાષ્ટ્રીય તપાસ એજન્સી અધિનિયમ, 2008 ને પડકારતી પહેલી રાજ્ય સરકાર છે. બંધારણની કલમ 131 હેઠળ કેરળ સરકારે નાગરિકતા સુધારા કાયદાને પડકાર્યાના એક દિવસ પછી છત્તીસગઢ  સરકારે આ અરજી કરી હતી.

  છત્તીસગ ઢ  સરકારે આર્ટિકલ 131 હેઠળ આ દાવો કર્યો છે. આર્ટિકલ 131 હેઠળ કેન્દ્ર સાથે વિવાદના કિસ્સામાં રાજ્ય સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. રાજ્ય સરકારે પોતાની અરજીમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી અધિનિયમ બંધારણની અનુરૂપ નથી અને સંસદના કાયદાકીય અધિકારક્ષેત્રની બહાર છે કારણ કે કાયદો કેન્દ્રને રાજ્ય પોલીસ દ્વારા તપાસ માટે તપાસનીશ એજન્સી બનાવવાનો અધિકાર આપે છે. , જ્યારે તે બંધારણની સાતમી સૂચિ હેઠળ રાજ્યનો વિષય છે. આ કાયદો કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો

(9:32 pm IST)