Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ફાસ્ટેગ ક્યાંથી ખરીદાશે....

જુદા જુદા દસ્તાવેજોની પણ જરૂર પડશે

ફાસ્ટેગ ક્યાંથી ખરીદી શકાય ?

        ફાસ્ટટેગ પરથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પરથી, એસબીઆઇ, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ સહિતની બેંક પરથી, ઓનલાઈન પ્લેટફોર્મ પેટીએમ, એમેઝોન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પમ્પ પરથી નેશનલ હાઈવે ઓથોરિટીની માયફાસ્ટેગ દ્વારા ફાસ્ટેગ ખરીદી શકાય છે.

ફાસ્ટેગ ખરીદવા માટે આ દસ્તાવેજોની જરૂર પડશે

        ફાસ્ટેગ ખરીદવા માટે ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ગાડીના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, ગાડીના માલિકના કેવાયસી ડોક્યુમેન્ટ, જેમ કે, આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ ફાસ્ટેગ ખરીદતી વખતે આ તમામ દસ્તાવેજોની ઓરિજનલ કોપી સાથે રાખવી જરૂરી છે.

ફાસ્ટેગથી ર્પાકિંગ અને ફ્યૂઅલની ચૂકવણી કરી શકાશે

        ફાસ્ટેગ મારફતે ટોલ ટેક્સ પર ટેક્સ વસૂલવા ઉપરાંત ફ્યૂલ પેમેન્ટ અને વાહન પાર્કિંગના ચાર્જ પણ ટૂંક સમયમાં દેશભરમાં ચૂકવી શકાશે. હૈદરાબાદ એરપોર્ટ પર તેની શરૂઆત થઈ ગઈ છે, જ્યાં પાર્કિંગ સહિત અન્ય ચાર્જ ફાસ્ટેગથી ચૂકવવામાં આવી રહ્યા છે. તે ફાસ્ટેગ ૨.૦ નામથી ઓળખાશે. હૈદરાબાદમાં સફળતા મળ્યા બાદ આ પ્રોજેક્ટ દિલ્હી એરપોર્ટ પર પણ શરૂ કરવામાં આવશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ફાસ્ટેગ ૨.૦ પાઈલોટ પ્રોજેક્ટ બે તબક્કામાં શરૂ કરવામાં આવ્યો છે.

(7:55 pm IST)