Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

૧૭મીએ જીસેટ-૩૦નું લોન્ચીંગ થવા સાથે ઇન્ટરનેટ સ્પીડ વધશે

અમદાવાદ : ભારત ૧૭ જાન્યુઆરીએ ફ્રેન્ચ ગીયાનાથી સંદેશાવ્યવહાર ઉપગૃહ જીસેટ-૩૦ને આરિઆન-પાંચ વ્હીકલ લોંચ કરશે, એમ ઇસરોએ અત્રે કહ્યું હતું. ૩૩૫૭ કિલો વજન ધરાવતું આ સેટેલાઇટ દક્ષિણ આફ્રિકાની ઉત્ત્।રીય દરિયા કિનાર પાસે આવેલા ફ્રેન્ચ પ્રદેશ કુરૂ ખાતે આરિઆન લોંચ કોમ્પ્લેક્ષમાંથી બપોરે ૨-૩૫ વાગે છોડાશે. જીસેટ-૩૦ વધારેલા કવરેજ સાથે ઇનસેટ-ફોર અવકાશયાન સેવાની જગ્યાએ કામ કરશે'એમ ઇસરોએ કહ્યું હતું.આ સેટેલાઇટ ભારત દેશ અને ટાપુઓને કુ-બેન્ડમાં કવરેજ પુરૃં પાડે છે,મોટા ભાગના એશિયન દેશો તેમજ ઓસ્ટ્રેલિયા ઉપરાંત ખાડીના દેશોને પણ સી-બેન્ડ કવરિંગ સુવિધા પુરી પાડે છે.

૧૫ વર્ષની મિશન લાઇફ સાથે જીસેટ-૩૦ ડીટીએચ, ટીવી અપલિંક અને વી-સેટ સેવાઓ માટે સંદેશાવ્યવહાર સેટેલાઇટ તરીકે સેવા આપે છે. આ સેટેલાઇટને ઇસરોના આઇ-થ્રી કે બસ માળખાના આધારે બનાવવામાં આવ્યુ હતું જે સી અને કુ બેન્ડમાં જીઓસ્ટેશન્રી અવકાશમાંથી સંદેશા વ્યવહારની સેવા પુરી પાડશે. આ સેટેલાઇટ ઇસરોના અગાઉના ઇનસાટ-જીસેટ સેટેલાઇટ શ્રેણીમાંથી બનાવવામાં આવ્યું હતું.

બેંગલુરૂમાં વડું મથક ધરાવતા ઇસરોએ કહ્યું હતું કે જીસેટ-૩૦ માટે સંદેશાવ્યવહારનો પેલોડ ખાસ ડીઝાઇન દ્વારા બનાવવામાં આવ્યો છે.ઇસરો અનુસાર, આ અવકાશયાન ખાસ વીસેટ નેટવર્કને,ટીવી અપલિંક કરવા,ટેલીપોર્ટ સેવાઓ,ડીજીટલ સેટેલાઇટ ન્યુઝ ગેધરિંગ. ડીટીએચ ટીવી સર્વિસીસ, સેલ્યુલર બેકહોલ કનેકટીવિટી અને અન્ય ટેલીફોન સેવાઓને સહયોગ આપવા માટે જ વપરાશે.

(1:05 pm IST)