Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

જેએનયુનો લઈને દીપિકાની તરફેણ કરતા ભાજપના મંત્રી: બાબુલ સુપ્રિયોએ કહ્યું - હું તો એનો મોટો ફેન છું

ભાજપના દિગ્ગજ નેતાએ દીપિકાને ટ્રોલ કરનારાઓનો જોરદાર કલાસ લીધો

નવી દિલ્હી : જેએનયુ હિંસા બાદ વિદ્યાર્થીઓનું સમર્થન કરવાના કેમ્પસ પહોંચેલી દીપિકા પાદુકોણની ભાજપ નેતાઓએ જોરદાર આલોચના કરી છે ત્યારે હવે વધુ એક ભાજપના મોટા નેતાએ ખુદ દીપિકાની ફેન ગણાવી છે અને તેને ટ્રોલ કરનારાઓનો કલાસ લીધો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતાએ બાબુલ સુપ્રિયોને કહ્યું કે દીપિકાના જેએનયુ જવા પર જે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે તેની તેઓ નિંદા કરે છે.

કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ભલે ખુદને દીપિકાના ફેન ગણાવ્યા હતા તેમણે દીપિકાને માત્ર એક વિદ્યાર્થી સંગઠનને મળવા પર પણ પ્રશ્ન ઉભા કર્યા. તેમણે કહ્યું કે દીપિકા જેએનયુ પહોંચી અને ત્યાં તેણે એક ખાસ સંગઠનના લોકોની જ મુલાકાત કરી, જેને હવે પોલીસે આરોપી બનાવ્યા છે. આ કેટલાંક લોકોને ચોક્કસ થોડુંક અજીબ લાગી રહ્યું છે.

   બાબુલ સુપ્રિયોએ નાગરિકતા કાયદાના સમર્થનમાં આયોજીત એક પત્રકાર પરિષદ દરમ્યાન દીપિકાને લઇ આ વાત કહી. તેમણે દીપિકાને ટ્રોલ કરનારાઓનો જોરદાર કલાસ લીધો. સુપ્રિયોએ કહ્યું કે હાલ લોકો સોશિયલ મીડિયા પર કંઇપણ લખી દે છે. એટલે સુધી કે અપશબ્દો પણ આપે છે. દીપિકાના જેએનયુ જવા પર પણ આવું જ થયું. હું દીપિકાનો મોટો ફેન છું. એટલે સુધી કે મારી દીકરીનું નામ પણ દીપિકાની ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'ના કેરેકટર 'નૈના' પર રાખ્યું છે.

(12:17 pm IST)