Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો જોરદાર ઝાટકો, બચત પર ચલાવી દીધી કાતર

મુંબઇ, તા.૧૫: કેટલાક વર્ષ પહેલા બેંકોમાં વ્યાજ મળવાના કારણે ફિકસ્ડ ડિપોઝિટ એટલે કે FD કરાવાને ફાયદાનો સોદો માનવામાં આવતો હતો. જોકે ગત કેટલાક વર્ષથી બેંકો તરફથી એફડી પર વ્યાજ આપવામાં કાપ મૂકવામાં આવી રહ્યો છે.

આ કડીમાં દેશની સૌથી સરકારી  બેંક SBIએ FD પર ગ્રાહકોને ઝટકો આપ્યો છે. ખરેખર એસબીઆઇ એ ૨ કરોડ રૂપિયાથી ઓછી એફડી પર વ્યાજદરોમાં ૦.૧૫ ટકાનો કાપ મૂકયો છે. આ કાપ એકથી ૧૦ વર્ષ સુધીની એફડી પર ૧૦ જાન્યુઆરીથી લાગૂ થઇ ગઇ છે. જેનો મતલબ એ થાય છે કે, જો કોઇ ગ્રાહકે ૨ કરોડ રૂપિયાથી ઓછી એફડી કરાવી રાખી છે તો તેને તેના પર વ્યાજ ઓછૂ મળશે.

આ બદલાવ અંતર્ગત બેંકોએ એક વર્ષથી ૧૦ વર્ષની સમયસીમા વાળી ફિકસ્ડ ડિપોઝિટ પર વ્યાજદર ૬.૨૫ ટકાથી ઓછૂ કરી ૬.૧૦ ટકા કરી દીધુ છે.

સાત દિવસથી લઇ ૪૫ દિવસોમાં ૧૭૯ દિવસોથી સમયસીમાવાળી એફડી એમાઉન્ટ પર બેંક ક્રમશઃ ૪.૫૦ ટકા અને ૫.૫૦ ટકા વ્યાજદર રહેશે. ત્યાં જ ૧૮૦ દિવસથી એક વર્ષથી ઓછી અવધિની એફડી પર વ્યાજ ૫.૮૦ ટકા રહેશે.

બેંક સીનિયર સિટીઝનને ૦.૫૦ ટકાનું વ્યાજ આપશે. આ હિસાબે તેમના માટે એક વર્ષથી ૧૦ વર્ષની સમયસીમાની એફડી પર વ્યાજ ૬.૬૦ ટકા રહેશે. આ પહેલા એસબીઆઇ એ નવેમ્બર મહિનામાં ફિકસ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં ૦.૧૫ ટકાથી લઇ ૦.૭૫ ટકાનો કાપ મૂકયો હતો.

(12:01 pm IST)