Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

જમ્મુ-કાશ્મીરઃ ભારે બરફ વર્ષા વચ્ચે ૧૦૦ જવાનોએ પ્રેગનેન્ટ મહિલાને ૪ કલાક ચાલીને હોસ્પિટલ પહોંચાડી

શ્રીનગર, તા.૧૫: આર્મીના જવાનોના એક કાર્યની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. હાલ જમ્મુ-કાશ્મીરમાં સતત બરફ વર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ભારે બરફ વર્ષા વચ્ચે શિમલાની એક મહિલાને પ્રસૃતિની પીડા ઉપડી હતી. હાલત એવી ઉભી થઈ કે મહિલાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવી પડે તેમ હતી. આ સમચાાર મળ્યા બાદ ભારતીય આર્મીના ૧૦૦ જવાનોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડવાનું બીડું ઝડપી લીધું હતું. બરફ વર્ષાને કારણે વાહન ચાલી શકે તેમ ન હતું. આથી ભારતીય આર્મીના ૧૦૦ જેટલા જવાનો મહિલાને એક સ્ટ્રેચરમાં હોસ્પિટલ લઈ ગયા હતા.

આ કામમાં ૩૦ અન્ય લોકોએ પણ આર્મી જવાનોને સાથ આપ્યો હતો. આર્મીના ૧૦૦ જવાનો અને ૩૦ અન્ય લોકો મહિલાને સ્ટ્રેચરમાં લઈને ચાર કલાક સુધી બરફમાં ચાલ્યા હતા. તમામ લોકોએ મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી હતી. હોસ્પિટલ ખાતે ડોકટરોએ મહિલાની ડિલિવરી કરાવી હતી. હાલ મહિલા અને બાળક બંનેની તબિયત સારી છે.

જમ્મુ-કાશ્મીરમં હિમસ્ખલનથી છ સૈનિકોનાં મોત જમ્મુ-કાશ્મીરમાં હિમસ્ખલનની દ્યટનામાં સોમવારે સેનાના છ જવાનોનાં મોત થયા હતા. જયારે હિમસ્ખલનની ઘટનાઓમાં જ અન્ય છ લોકોનાં મોત થયા છે. પોલીસ અને રક્ષા સૂત્રોએ આ માહિતી આપી હતી. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે મંગળવારે લાઇન ઓફ કંટ્રોલ પર માછીલ સેકટરમાં સેનાની એક ચોકી હિમસ્ખલનનો ઝપેટમાં આવી ગઈ હતી. જેમાં પાંચ સૈનિકો ફસાઈ ગયા હતા. જે બાદમાં બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું પરંતુ સૈનિકોને બચાવી શકાયા ન હતા.

પોલીસે જણાવ્યું કે ગંદેરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં સોમવારે એક ગામમાં હિમસ્ખલનની એક અન્ય દ્યટના બની હતી. આ દ્યટનામાં પંચ નાગરિકોનાં મોત થયા હતા. આ દ્યટનામાં ચાર લોકોને બચાવી લેવાયા હતા. બાંદીપુરના ગુરેજમાં અન્ય એક નાગરિકનું મોત થયું હતું. અન્ય એક દ્યટનામાં કાશ્મીરના નૌગામમાં સોમવારે રાત્રે સાડા આઠ વાગ્યે એક બીએસએફની ચોકી પર હિમસ્ખલન થયું હતું. આ દ્યટનામાં બીએસએફના એક જવાનનું મોત થયું હતું, જયારે છ લોકોને બચાવી લેવાયા હતા.જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂએ કેન્દ્ર શાસિત પ્રદેશના અલગ અલગ ભાગોમાં થયેલી હિમસ્ખલનની ઘટનાઓને કારણે મોત અંગે દુઃખ વ્યકત કર્યું હતું. ઉપરાજયપાલે પોતાના સંદેશમાં દિવંગત આત્માઓની શાંતિ તેમજ મૃતકોને પરિવારોને આ દુઃખની ઘડી સામે લડવા માટે શકિત આપે તેવી પ્રાર્થના કરી હતી.

(11:45 am IST)
  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST

  • અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના છાત્રાલયો માં પ્રવેશ કરવા માટે યુપી પોલીસ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા નું નક્કી કર્યું છે. પોલીસે યુનિવર્સિટીમાં પ્રવેશ કરીને તેમને અપાયેલા આદેશનું ઉલ્લંઘન કર્યું છે : અલીગઢ મુસ્લિમ યુનિ.ના વા.ચાન્સેલરની જાહેરાત access_time 10:12 pm IST

  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST