Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

અર્થતંત્રમાં તેજી લાવવાનું બનશે અઘરૂંઃ પ ટકાના વિકાસદર તથા બેકાબુ મોંઘવારીએ ચિંતા વધારી

મોંઘવારીએ સરકારનાં ઇરાદાઓ ઉપર પાણી ફેરવ્યુ

નવી દિલ્હી તા. ૧પ :.. દેશની આર્થિક વૃધ્ધિની ધીમી ઝડપ વચ્ચે છૂટક પછી હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં આવેલ મોટા ઉછાળાથી સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. નાણાંકીય નિષ્ણાતોનું કહેવું છે કે મોંઘવારી બેકાબુ થવાથી અર્થ વ્યવસ્થાની ધીમી ઝડપને તેજ કરવી વધારે પડકારૂપ બની ગયું છે.

અર્થશાસ્ત્રી અરૂણકુમારે જણાવ્યું કે મોંઘવારીમાં અસમાન ઉછાળાની સીધી અસર સામાય લોકોના વપરાશ પર થશે કેમ કે તેમના ઘરનું બજેટ વધશે. તે લોકો તેની ભરપાઇ વપરાશમાં ઘટાડો કરીને કરશે. આના લીધે બજારમાં માંગ વધારે ઘટશે, જયારે સરકાર અર્થ વ્યવસ્થામાં તેજી લાવવા માટે માંગ વધારવા પર ભાર મુકી રહી છે પણ હવે તેમ કરવુ વધારે મુશ્કેલ થશે કેમ કે મોંઘવારીના લીધે લોકોની બચત ઘટશે. આર્થિક મંદીમાં બજારમાં ઉત્સાહનું વાતાવરણ નથી. નોકરીની નવી તકોમાં ઘટાડો અને પગાર વધારા બાબતે અનિશ્ચીતતાનું વાતાવરણ સરકારા માર્ગના મોટા રોડા છે. તેમાંથી બહાર આવવા માટે સરકારે પહેલા કરવા વધારે જોર લગાડવું પડશે.

આ વિકટ સ્થિતીમાંથી બહાર નિકળવા માટે ગ્રામ્ય અર્થ વ્યવસ્થામાં પ્રાણ ફુંકવા પડશે. મનરેગા, આરોગ્ય, શિક્ષણ અને ઇન્ફ્રાનું બજેટ વધારવું પડશે. ત્યાર પછી જ સુધારાની આશા રાખી શકાય. જો આવું નહી કરાય તો આપણે ગતિહીન મોંઘવારીની પરિસ્થિતીમાં જઇ શકીએ છીએ જયાં આર્થિક વૃધ્ધિ નબળી હોવાની સાથે મોંઘવારી દર ઉંચો હોય છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ માટે આભને આંબતી મોંઘવારી અને સુસ્ત અર્થ વ્યવસ્થા વચ્ચે સંતુલિત બજેટ રજૂ કરવું અઘરૂ બનવાનું છે. નાણાકીય નિષ્ણાંતોનું કહેવું છે કે નાણાપ્રધાન  બજેટમાં ખર્ચ વધારવા પર ભાર મુકી શકે છે પણ હવે વધતી મોંઘવારીના કારણે નાણાપ્રધાને આમાં સાવધ રહેવું પડશે. વધારે ખર્ચ અને રોકાણથી લોકોના ખિસ્સામાં વધારે પૈસા પહોંચશે તો મોંઘવારી વધારે વધવાની આશંકા રહે છે.

(11:36 am IST)
  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST

  • અમદાવાદમાં ૪ શખ્સો પિસ્તોલ સાથે ઝડપાયા : અમદાવાદ ક્રાઇમબ્રાંચનું સફળ ઓપરેશનઃ ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયોઃ મેઘાણીનગર વિસ્તારમાંથી ચાર શખ્શો ઝડપાયાઃ કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતો પર સંકજો access_time 4:07 pm IST