Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ડુંગળી ગોદામોમાં સડી જશેઃ રાજયોને આયાતી કાંદામાં રસ નથી

કેન્દ્રે રાજયોને કિલોદીઠ રૂપિયા ૫૫ (પંચાવન)ના ભાવે કાંદા વેચવાની ઓફર કરી છે આ ઉપરાંત, કેન્દ્ર તેને પહોંચાડવાનો ખર્ચ પણ ઉપાડી લેવા તૈયાર છે

નવી દિલ્હી, તા.૧૫: કેન્દ્ર આયાત કરાયેલી ડુંગળી રાજયોને કિલોદીઠ રૂપિયા ૫૫ (પંચાવન)ના ભાવે વેચવા અને તેને પહોંચાડવાનો ખર્ચ પોતે ઉઠાવવા તૈયાર હોવા છતાં તેના બહુ જ ઓછા ખરીદનારા મળ્યા છે અને તેથી આયાત કરાયેલા કાંદા સરકારી ગોદામમાં સડી જવાનો ભય સેવાઇ રહ્યો છે.

ગ્રાહકોની બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે કેન્દ્રે રાજયોને કિલોદીઠ રૂપિયા ૫૫ (પંચાવન)ના ભાવે કાંદા વેચવાની ઓફર કરી છે. આ ઉપરાંત, કેન્દ્ર તેને પહોંચાડવાનો ખર્ચ પણ ઉપાડી લેવા તૈયાર છે.

કેન્દ્ર ડુંગળીને આયાત કરી શકે છે, પરંતુ રાજયોએ તેનું છૂટક બજારમાં વેચાણ કરવા અંગે નિર્ણય લેવાનો હોય છે.

દેશમાં ઘણી જગ્યાએ ગયા વર્ષના સપ્ટેમ્બરના અંતે કાંદાના ભાવ વધવાની શરૂઆત થઇ હતી અને ડિસેમ્બરમાં તેનો ભાવ કિલોદીઠ રૂપિયા ૧૭૦ થઇ ગયો હતો.

કેન્દ્રને ડુંગળીના ભાવ નિયંત્રણમાં લેવા માટે તુર્કી અને ઇજિપ્તથી આયાત કરવાની ફરજ પડી હતી.

આમ છતાં, ડુંગળીના નવા ખરીફ પાકના બજારમાંના આગમનથી તેના ભાવમાં થોડો ઘટાડો થયો છે.

રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે અમે ૩૬,૦૦૦ ટન કાંદાની આયાત કરવાનો કોન્ટ્રેકટ આપ્યો છે અને તેમાંની ૧૮,૫૦૦ ટન ડુંગળી ભારત આવી પહોંચી છે. આમ છતાં, રાજયોએ માત્ર ૨,૦૦૦ ટન કાંદા ખરીદ્યા છે. અમને આયાત કરાયેલી ડુંગળી સડી જવાનો ભય સતાવી રહ્યો છે.

આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગણ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની સરકારે જ અત્યાર સુધીમાં આયાતી કાંદા કેન્દ્ર પાસેથી ખરીદ્યા છે.(૨૩.૩)

(10:17 am IST)
  • છપાક જોવા પહોંચી લક્ષ્મી અગ્રવાલની પુત્રી : દીપિકાએ કહ્યું કેટલીક ફિલ્મો દિલથી કરાઈ છે : એસિડ એટેકની પીડિતા લક્ષ્મી અગ્રવાલની સંઘર્ષની કથાનક દર્શાવતી ફિલ્મ છપાક જોવા લક્ષ્મી અગ્રવાલની દીકરી પિહુ પહોંચી હતી :પિહુ અને દીપિકાએ ફિલ્મના એક ખાસ શો દરમિયાન ખુબ મસ્તી કરી હતી access_time 12:34 am IST

  • આજ 15 જાન્યુઆરીના રોજ 72 મો વાર્ષિક " આર્મી ડે " : સૌપ્રથમવાર આર્મી પરેડનું નેતૃત્વ મહિલા કેપ્ટ્ન તાન્યા શેરગિલ કરશે : 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિન નિમિતે પણ આર્મી પરેડનું નેતૃત્વ તાન્યાના શિરે access_time 12:37 pm IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST