Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

નિર્ભયા કેસઃ બે દિવસ પહેલા પવન જલ્લાદને બોલાવી લેવાશેઃ એક ફાંસીના મળશે રૂ. ૧૫૦૦૦

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતોને ૨૨મીએ ફાંસી અપાશેઃ ફાંસી આપવા માટે મેરઠથી પવન નામના જલ્લાદને બે દિવસ પહેલા બોલાવી લેવાશે કે જેથી તે ચારેયને એક સાથે ફાંસી આપવાની ટ્રાયલ કરી શકેઃ ફાંસી આપવા માટે જલ્લાદને એકના ૧૫૦૦૦ લેખે કુલ ૬૦૦૦૦ ચુકવાશેઃ જલ્લાદ બે દિવસ પહેલા જ દિલ્હી આવી જશેઃ તેના ખાવા-પીવા રહેવાની સગવડ તિહાર જેલનું તંત્ર કરશેઃ ૨૦મીએ જલ્લાદને તિહાર જેલ બોલાવી સૌથી પહેલા જ્યાં ફાંસીને કોઠી છે તે જેલ નં. ૩માં લઈ જવાશેઃ ચારેયને ડમી તરીકે ફાંસીની ટ્રાયલ પણ અપાશે

(10:00 am IST)
  • શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST

  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST

  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST