Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

હિઝબુલ મુજાહીદ્દીન કમાન્ડર સાથે ઝડપાયેલા ડીએસપી દવીન્દરસિંહ પ્રકરણમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી ટૂંક સમયમાં જ પર્દાફાશ કરશે

શ્રીનગર, તા. ૧૫ :. હિઝબુલ મુજાહીદ્દીનના કમાન્ડર નવીદ બાબુની સાથે ઝડપાયેલ સસ્પેન્ડેડ ડીએસપી દવીન્દરસિંહ પ્રકરણમાં હવે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી તપાસ કરશે. આ અંગે રાષ્ટ્રીય તપાસ એજન્સીના મહાનિર્દેશક વાય.સી. મોદીએ ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ આઈ.જી. સ્તરના અધિકારીઓના નેતૃત્વમાં એક ટીમ આ પ્રકરણની તપાસ માટે કાશ્મીર મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર ઈચ્છે છે કે સસ્પેન્ડેન્ડ ડીએસપી દવીન્દરસિંહ પાસેથી આ પ્રકરણમાં અન્ય કોઈ બાબતોનો પર્દાફાશ કરવામાં આવે.

હાલમાં દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

(4:14 pm IST)
  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST

  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST