Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને તેમની પ્રથમ ભારત યાત્રાએ આવી રહ્યાં છે

નવી દિલ્હી :એક અધિકારીએ બ્લુમબર્ગને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે. ગત વર્ષે નરેન્દ્રભાઈએ ટ્રમ્પને પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું પરંતુ તે સમયે અમેરિકન રાષ્ટ્રપતિ આવ્યા ન હતા. બંને દેશો તારીખ અને પ્રવાસની રૂપરેખા નક્કી કરવામાં વ્યસ્ત છે

 . "ધ હિન્દુ"એ જણાવ્યું છે કે ટ્રમ્પ અને મોદી લાંબા સમય થી બાકી રહેલા દ્વિપક્ષીય વેપાર સોદા ઉપરાંત નાગરિક ઉડ્ડયન અંગેના કરાર પર હસ્તાક્ષર કરી શકે છે.

(7:54 pm IST)
  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST

  • આજ 15 જાન્યુઆરીના રોજ 72 મો વાર્ષિક " આર્મી ડે " : સૌપ્રથમવાર આર્મી પરેડનું નેતૃત્વ મહિલા કેપ્ટ્ન તાન્યા શેરગિલ કરશે : 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિન નિમિતે પણ આર્મી પરેડનું નેતૃત્વ તાન્યાના શિરે access_time 12:37 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST