Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

CAA ના વિરોધમાં થયેલા પ્રદશર્નોમાં દિલ્હીમાં એક મહિનામાં 94 લોકો ધરપકડ

નવી દિલ્હી : દિલ્હીમાં નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધ છેલ્લા મહિનામાં થયેલા હિંસક પ્રદર્શનોના ઘટનાક્રમમાં 94 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. દિલ્હી પોલીસના આયુક્ત અમૂલ્ય પટનાયકે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાંની પણ મુલાકાત કરી અને માનવામાં આવી રહ્યું છે કે, તેમણે શહેરની વર્તમાન સ્થિતિની જાણકારી આપી જ્યાં CAA વિરુદ્ધ સતત પ્રદર્શનો થઈ રહ્યાં છે.

સરકારી અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી દિલ્હીના જુદા-જુદા ભાગોમાં ગત એક મહિનામાં CAA વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન હિંસામાં શામેલ હોવાના આરોપમાં 94 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં 11 ડિસેમ્બરથી CAA વિરુદ્ધ શરૂ થયેલા પ્રદર્શનોમાં જામિયા મિલિયા ઈસ્લામિયા, સીમાપુરી, દિલ્હી ગેટ અને જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટીમાં હિસ્સા થઈ છે.

ઉલ્લેખનીય છે કે, CAAમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 2014 સુધી આવેલા હિન્દુ, સિખ, ઈસાઈ, જૈન, પારસી અને બૌદ્ધ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે.

દિલ્હીમાં 15 ડિસેમ્બરે જામિયાની પાસે હિંસક પ્રદર્શન થયું અને બાદમાં પોલીસ પ્રદર્શનકારીઓએનો પીછો કરતા જામિયા પરિસરમાં દાખલ થઈ ગઈ. આરોપ છે કે, પોલીસે છાત્રોની પિટાઈ કરી. આના આગલા દિવસે જ સીમાપુર વિસ્તારમાં પથ્થરમારો થયો હતો. આ પ્રકારના પથ્થરમારા ઘણી જગ્યાએ થયા હતા. જુમ્માની નમાઝ બાદ જામા મસ્જિદ પર પણ જામા પ્રદર્શનકારીઓની ભીડ સાંજ થતા-થતા હિંસક થઈ ગઈ અને પ્રદર્શનકારીઓએ વાહનોમાં આગ ચાંપી દીધી હતી. આ ઘટનાઓમાં પોલીસ ધરપકડો કરી હતી.

(10:31 am IST)