Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા ફરીથી ઇલેક્ટ્રોલ બોન્ડનું વેચાણ શરુ

22 જાન્યુઆરી સુંધી એસબીઆઇ ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ કરશે

નવી દિલ્હી : ભારતીય સ્ટેટ બેંક (SBI)  ફરીથી ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ શરૂ  કર્યું છે આ વેચાણ 13થી 22 જાન્યુઆરી સુધી ચાલશે, આ એક એવા બોન્ડ છે,જેના દ્નારા ઉદ્યોગપતિથી માંડીને સામાન્ય માણસ પણ પારદર્શક રીતે કોઇ પણ પાર્ટીને ફાળો આપી શકે છે.

અત્યાર સુંધી આ બોન્ડથી સૌથી વધુ ફાળો ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે,રાજકીય દળોને મળનારા આ ફંડમાં પારદર્શિતા લાવવાનાં સરકારનાં દાવા સાથે સરકારે વર્ષ 2018માં તેને લોન્ચ કર્યા હતાં.

 

નાણા વિભાગે દિલ્હી ચુટણી પહેલા આ અંગે જે નોટિફિકેશન જારી કર્યું છે,તે મુજબ આ વખતે 13થી 22 જાન્યુઆરી સુંધી એસબીઆઇ ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ કરશે,અને તેની સમય મર્યાદા દરમિયાન રાજકીય પાર્ટીઓ તેને વટાવી શકે છે. વર્ષ 2018માં ઇલેક્ટોરલ બોન્ડ લોન્ચ કરાયા બાદ આ અત્યાર સુંધીની 13મી ખેપ હશે.

(12:00 am IST)
  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST

  • વર્લ્ડકપ ટી-૨૦માં કમબેક કરવાની ડિવિલિયર્સની ઈચ્છા access_time 3:29 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST