Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટરપદેથી હટાવવા સબંધી દસ્તાવેજ સાર્વજનિક કરો :ખડગેએ લખ્યો વડાપ્રધાનને પત્ર

હાઇપાવર્ડ સિલેકશન કમિટીની બેઠકની વિગતો જનતાની વચ્ચે લાવવાની માગણી

નવી દિલ્હી :કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને માંગણી કરી છે કે તેઓ આલોક વર્માને સીબીઆઇના ડાયરેક્ટર પદેથી હટાવવા સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજોને સાર્વજનીક કરે. ખડગે સાથે જ સીવીસીના રિપોર્ટ અને 10 જાન્યુઆરીએ હાઇપાવર્ડ સિલેકશન કમિટીની બેઠકની વિગતો જનતાની વચ્ચે લાવવાની માગણી કરી, જેથી જનતા પોતે નક્કી કરે અને નિષ્કર્ષ સુધી પહોંચે.

   ખડગેએ કોઇ પણ વિલંબ વગર નવા ડાયરેકટરની નિમણૂક માટે સિલેકશન કમિટીની બેઠક વહેલીતકે યોજવાની પણ માંગણી કરી. તેમણે દાવો કર્યો કે આ મામલે સરકારના પગલાથી તે સંકેત મળે છે કે તે નથી ઇચ્છતી કે સીબીઆઇ એક સ્વતંત્ર સંસ્થા તરે કામ કરે. સિલેકશન કમિટીની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ આલોક વર્માને હટાવવાનો વિરોધ કર્યો હતો. જ્યારે કે પીએમ મોદી અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.કે. સીકરીનો વોટ આલોક વર્માને હટાવવાના પક્ષમાં હતો.

 

(10:08 pm IST)