Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વચગાળાના વડાની વરણી ગેરકાયદે છે : કોંગ્રેસ પાર્ટી

પસંદગી સમિતિની બેઠકની માંગ

નવીદિલ્હી, તા. ૧૫ : સીબીઆઈના વિવાદ વચ્ચે આલોક વર્માને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા બાદ વિવાદ હજુ અકબંધ છે. લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખગડેએ સીબીઆઈના વચગાળાના વડા નાગેશ્વર રાવની નિમણૂંક ગેરકાયદે ગણાવીને ટીકા કરી છે. ખડગેએ વડાપ્રધાનને પત્ર લખીને સીવીસીના રિપોર્ટ, રિટાયર્ડ જસ્ટિસ એકે એન્ટોનીના રિપોર્ટ અને ૧૦મી જાન્યુઆરીના દિવસે યોજાયેલી પસંદગી સમિતિની મિટિંગ અંગેની વિગતો જાહેર કરવાની માંગ કરી છે. ખડગેએ વડાપ્રધાન સમક્ષ નવા સીબીઆઈ વડાની નિમણૂંક માટે તરત જ પસંદગી સમિતિની બેઠક બોલાવવાની રજૂઆત કરી છે. ખડગેએ પત્ર લખીને વડાપ્રધાન સમક્ષ આ મુજબની વાત કરી છે. ખડગેએ દાવો કર્યો છે કે, આ મામલામાં સરકારના પગલાથી એવી બાબત સાબિત થાય છે કે, સીબીઆઈ એક સ્વતંત્ર નિર્દેશક હેઠળ કામ કરે તેમ તે ઇચ્છતી નથી. ૧૦મી જાન્યુઆરીના દિવસે યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં સીબીઆઈના નિર્દેશકના હોદ્દા પરથી વર્માને દૂર કરવાનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. ખડગેએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે સીવીસીની રિપોર્ટને જાહેર કરવાની માંગ પણ ખડગે દ્વારા કરવામાં આવી છે.

(5:54 pm IST)