Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

દેશની સરહદ ઉપર આતંકવાદીઓ સામે કોઇપણ કડક કાર્યવાહી કરવાનું સેના ચૂકશે નહીં ભારતીય સેનાના પ્રમુખ જનરલ ‌બિપિન રાવતનો ઇશારો

નવી દિલ્હી: ભારતીય સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે મંગળવારે (15મી જાન્યુઆરી) કહ્યું કે પાકિસ્તાન બોર્ડર પર આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા માટે ભારતીય સેના કડક પગલા લેવામાં આવશે. જનરલ રાવતે પાતિસ્તાનની તરફ ઇશારો કરતા કહ્યું કે ભારતની પશ્ચિમ બોર્ડર બાજુનો દેશ આતંકવાદી સમૂહની મદદ કરી રહ્યો છે અને ભારતીય સેના તેનો અસરકારક રીતે સામનો કરી રહી છે.

સેના દિવસ પર સૈનિકોનું સંબોધન કરતા રાવતે કહ્યું કે અમે તે ખાતરી કરી રહ્યાં છે કે જમ્મૂ-કાશ્મીર બોર્ડર પર જુસ્સો ઉચો છે. જનરલ રાવતે કહ્યું કે ભારતીય સેના પશ્ચિમ બોર્ડર પર આતંકવાદી પ્રવૃતિઓનો સામનો કરવા માટે કોઇ કડક કાર્યવાહી કરવાનું ચૂકશે નહીં.

તેમણે કહ્યું કે પૂર્વ સેક્ટરમાં બોર્ડર પર શાંતિ તેમજ મિત્રતા બનાવી રાખવા માટે નવા દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ચીન બોર્ડરના સંદર્ભમાં જનરલ રાવતે કહ્યું કે અમે પૂર્વ બોર્ડર પર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આપણા સૈનિક પૂર્વ વિસ્તારની બોર્ડર પર નજર રાખવા માટે કોઈ પ્રકારની છૂટછાટ રાખશે નહીં. જનરલ રાવતે કહ્યું કે સેનાનું વ્યાપક સ્તર પર આધુનિકકરણ ચાલી રહ્યું છે.

(5:54 pm IST)