Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

દુબઇના શાસકની ગુમ પુત્રીને સોંપવાના બદલામાં ભારતને મળ્યો મિશેલ

લંડન, તા.૧૫:લંડનઃ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના આરોપી ક્રિશ્યયન મિશેલના પ્રત્યર્પણની અવેજીમાં ભારતે સંયુકત આરબ અમિરાતના શાસકને તેમની ગુમ થયેલી પુત્રી સોંપવી પડી હતી. પ્રિન્સેસ લતીફા થોડા મહિના પહેલાં દુબઈથી સમુદ્રના રસ્તે ભાગી હતી, પરંતુ ભારતીય નૌસેનાએ પોતાના સમુદ્રી ક્ષેત્રથી પસાર થતી વખતે તેને પકડી લીધી હતી. બ્રિટિશ અખબાર ''ધ સન્ડે''ના ટેલિગ્રાફના રિપોર્ટમાં આ દાવો કરાયો છે.

પ્રિન્સેસ લતીફા તેની મિત્ર ટીના જોહિયાને ગયા વર્ષે ફ્રેન્સ ઈન્ટેલિજન્સના જાસૂસની મદદથી યોટમાં બેસીને ભાગી હતી. તેણે પોતાનો વેશ બદલ્યો હતો. પ્રિન્સેસ લતીફા મનોરોગી છે અને તેને દવાનો ભારે ડોઝ આપવામાં આવે છે.

એવા દાવો પણ કરાયો છે કે તેણે છેલ્લે ૫ માર્ચના રોજ એક નૌકામાં અમિરાત અને ભારતીય નૌસેના અધિકારીઓએ જોઈ હતી. ટેલિગ્રાફે પોતાના રિપોર્ટમાં નવી દિલ્હીના યુરોપીય અને એશિયાઈ સૂત્રોના માધ્યમથી જણાવ્યું હતું કે આ ડીલ માટે ભારત તરફથી પહેલ કરાઈ હતી. મિશેલની કાયદાકીય ટીમના એક સભ્યે પણ આની આશંકા વ્યકત કરી હતી.

મિશેલ પર હેલિકોપ્ટર સોદામાં અપરાધિક સાજિશનો આક્ષેપ થયો હતો. તેમાં પૂર્વ વાયુ સેનાના પ્રમુખ એસ.પી. ત્યાગી તેના પરિવારના સભ્યો અને અધિકારીઓનાં નામ પણ સામેલ છે. એમ પણ કહેવાય છે કે અધિકારીઓએ પોતાના પદનો ખોટો ઉપયોગ કરીને વીવીઆઈપી હેલિકોપ્ટરની સર્વિસ સિલિંગ નક્કી સીમા ૬,૦૦૦ મીટરથી ઓછી કરીને ૪૫૦૦ મીટર કરાવી લીધી હતી.

મિશેલ કંપનીમાં ૧૯૮૦થી કામ કરી રહ્યો હતો. તેના પિતા પણ કંપનીમાં ભારતીય ક્ષેત્ર બાબતમાં સલાહકાર હતા. સીબીઆઈનું કહેવું છે કે મિશેલ દ્યણી વાર ભારત આવતો જતો રહેતો હતો અને રક્ષા સોદામાં વાયુસેના અને રક્ષા મંત્રાલય વચ્ચેની ભૂમિકા ભજવતો હતો.

(3:39 pm IST)