Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મિશન-ર૦૧૯ : એઆઇએડીએમકેએ આપ્યા ભાજપ સાથે ગઠબંધનના સંકેત

ચેન્નાઇ,તા.૧૫: ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી હવે માત્ર થોડા દિવસનો જ સમય બાકી છે. ત્યારે સપા અને બસપાએ ઉત્તર પ્રદેશમાં ગઠબંધન બનાવીચૂંટણી મેદનામાં ઉતરવાની જાહેરાત કરી દીધી છે. બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ મહાગઠબંધનના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના માહોલની વચ્ચે દક્ષિણ ભારતમાંથી બીજેપી માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. બીજેપીને એક નવો સાથી મળી શકે છે. જી, હા વાત તમિલનાડુની પાર્ટી એઆઇએડીએમકેની થઇ રહી છે.

તમિલનાડુની પાર્ટી એઆઇએડીએમકેએ સોમવારે સંકેત આપ્યા કે તેને આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઢબંધન કરવામાં કોઇ વાંધો નથી.એઆઇડીએમકે પાર્ટીના મહત્વનું પદ સંભાળી રહેલા પાર્ટીના સંકલનકારનું પદ સંભાળી રહેલા ઉપમુખ્યમંત્રી પનીરસેલ્વમે પત્રકારને કહ્યું કે ચૂંટણી સમયે કંઇ પણ થઇ શકે છે.

તેમના આ પ્રકારન જવાબથી એ વાત  સ્પષ્ટ પણ દેખાઇ રહી છે, કે એઆઇએડીએમકેને  ભાજપ સાથે ગઠબંધન કરવામાં  કોઇ પણ સંકોચ નથી. પનીર સેલ્વમને પ્રધાનમંત્રી દ્વારા હાલમાંજ આપવામાં આવેલા એક નિવેદન અંગે પૂછવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી તેમના જુના સહિયોગીઓની હંમેશા કદર કરે છે. અને ગઠબંધન માટે અમે હંમેશા તૈયાર રહ્યા છીએ.

તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, AIADMK સાથેનું ગઠબંધન યોગ્ય છે, મેગા ગઠબંધન અને લોકો દ્વારા પસંદ કરવામાં આવેલા ગઠબંધનની જાહેરાત કરાશે.વધુમાં તેમણે કહ્યું કે, જ્યારે પણ સંસદીય અથવા સ્થાનિકૉ ચૂંટણીની જાહેરાત થશે ત્યારે એઆઇએડીએમકે સંપૂર્ણ રીતે સાથ  આપીને લડવા માટે તૈયાર છે.(૩.૧)

(3:37 pm IST)