Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

દિલ્હીમાં ઠંડા પવનોનું જોર વધ્યુઃ આવતા અઠવાડીયે વરસાદની શકયતાઃ લઘુતમ તાપમાન પ-૬ ડીગ્રી રહેશે

નવી દિલ્હી : ઠંડી હવાઓના કારણે દિલ્હીના તાપમાનમાં એકવાર ફરી ૩ થી ૪ ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે દિવસે પણ ઢંડક વધી ગઇ છે. આવનાર ૩-૪ દિવસો સુધી રાજધાનીનું લઘુતમ તાપમાન પ થી ૬ ડીગ્રી આસપાસ રહેશેનું પુર્વાનુમાન છે.

રાજધાની દિલ્હીમાં સોમવારે તાપમાન ૧૯.પ  ડીગ્રી રહેલ જે સામાન્યથી એક ડીગ્રી ઓછુ હતું. જયારે લઘુતમ તાપમાન પણ ૮ ડીગ્રી નોંધાયેલ. હવામાં ભેજનું પ્રમાણ ૪૧ થી ૯પ ટકા રહેલ. હવામાન ખાતાએ સતત ત્રીજા અઠવાડીયાએ વરસાદની શકયતા દર્શાવી છે. ર૦ જાન્યુઆરીએ ફરી વેર્સ્ટન ડિર્સ્ટબન્સના કારણે વરસાદની સંભાવના છે. સ્કાઇમેટના જણાવ્યા મુજબ વરસાદ રવિ-સોમ પડશે. ત્યારબાદ ધુમ્મસ જોવા મળી શકે છે. કાલથી રાજધાની દિલ્હીના આકાશમાં વાદળો દેખાશે.

૧૯ થી રર જાન્યુઆરી દરમિયાન દિલ્હીમાં ગાઢ વાદળો છવાયેલા રહેશે. જેના કારણે લોકોને તડકો નહીં જોવા મળે. જયારે મંગળવારે તાપમાન ૧૯ અને ૬ ડીગ્રી રહી શકે છે.જો કે લઘુતમ તાપમાન પ ડીગ્રીથી ઓછુ રહેવાની સંભાવના નથી. આ અઠવાડીયાએ ધુમ્મસ પરેશાન નહીં કરે. વાદળોના કારણે દિવસના સમયમાં ઠંડી વધુ હેરાન નહીં કરે. બુધવારથી તાપમાન ર૦ કે તેથી વધુ રહે તેવી શકયતા છે.

(3:35 pm IST)