Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ચોકીદાર કમાણીનો ખેલ બંધ કરાવીને જ રહેશેઃ મોદી

ઓડિશામાં વિપક્ષોના ગઠબંધન પર મોદીએ કર્યા કટાક્ષઃ તેઓ બદલો લેવા થઇ રહ્યા છે એક : પ૦૦ કરોડના પ્રોજેકટનું લોકાર્પણ કર્યુઃ ૬ પાસપોર્ટ ઓફિસનું ઉદઘાટન કર્યુ

બલાંગીર, તા.૧પઃ પીએમ નરેન્દ્ર મોદીએ એક વાર ફરી વિપક્ષીઓ પર આકરા પ્રહાર કર્યા. યુપીમાં એસપી-બીએસપી ગઠબંધન પર કટાક્ષ કરીને કહ્યું છે મોદીને રસ્તા પરથી હટાવવા માટે આ લોકો એક થવા લાગ્યા છે તેઓએ લૂટતા દરેક દરવાજાને બંધ કરીને જ રેહેશે.

વિપક્ષના ગઠબંધનના પ્રયત્નો અને યુપીમાં એસપી-બીએસપી ગઠબંધન પર કટાક્ષ કરીને કહ્યું કે આજે દેશમાં મોદી વિરૂધ્ધ કાવતરૂ ઘડી રહ્યા છે, અને ખોટા આરોપ લગાવી રહ્યા છે.

મોદીને રસ્તા પરથી હટાવવા માટે એક થવા લાગ્યા છે હું ભગવાન જગન્નાથની ધરતીને કહું છું કે આ ચોકીદાર ગરીબોની કમાણીને લૂંટે છે તેને આ ચોકીદાર સજા અપાવશે.

તેઓએ કહ્યું કે અમારી સરકારે સત્તામાં આવ્યા બાદ ૬ કરોડથી વધુ બનાવટી રેશનકાર્ડ, ગેસ જોડાણ, બનાવટી સોલરશિપ લાભાર્થીઓ, બનાવટી પેન્શન ભોગીઓને શોધી કાઢયા. જે વચ્ચે હતા તે નાણા ખાઇ જાય છે. તેને ખત્મ કરી દીધા. જે કયારેય જન્મ્યા જ નથી તેના નામથી તીજોરીઓ ભરી રહ્યા હતા.

તેઓએ કહ્યું અમે લોકોની ઉંઘ હરામ કરી તેથી મોદી તેની આંખમાં ખટકે છે તે લોકો જે સબસીડીના ૯૦ હજાર કરોડ રૂપિયા લૂંટી રહ્યા હતા. તેને તે રોકયા છે. તેથી તેઓ હવાઇજહાજમાં ઉડે છે.

ઓડિસામાં બલ્લાંગીરમાં જનસભાને સંબોધીને પીએમે રાજયની બીજેડી સરકાર પર કરીને પણ નીશાન સાધ્યું સાચે જ મહાગઠબંધનની કવાયતો પર પણ કટાક્ષ કર્યો.(૨૩.૧૦)

(3:27 pm IST)