Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

આ ઇંડાની તસ્વીરે સોશ્યલ મીડિયાના તમામ રેકોર્ડ તોડયા

નવી દિલ્હી, તા.૧પઃ સામાન્ય રીતે સોશ્યલ મીડિયામાં કોઇક સેલિબ્રિટીના સમાચાર અથવા તો કંઇક ઓફબીટ દેખાતી ચીજોની તસ્વીરો અને વિડિયો છવાયેલાં રહે છે. જોકે હાલમાં એક ઇંડાની તસ્વીરે ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે. આ ઇંડુ એટલું હિટ થયું છે કે એણે સોશ્યલ મીડિયાના તમામ રેકોર્ડસ ધ્વસ્ત કરી દીધા છે. આ ઇંડાની તસ્વીરે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લાઇકસ મેળવનારી ફેમસ અમેરિકન ટીવી-સ્ટાર કાયલી જેનરને પણ પાછળ રાખી દીધી છે.

ગયા અઠવાડિયે વર્લ્ડ રેકોર્ડ એગ નામના એક એકાઉન્ટન્ટે આ ઇંડાની તસ્વીર શેર કરી હતી જેને અત્યાર સુધીમાં ૧૮ કરોડથી વધુ લાઇકસ મળી ચૂકી છે અને હજી એ લાઇકસનો સિલસિલો જારી છે. આ પેજ પર હજી માત્ર આ એક જ તસ્વીર અપલોડ થઇ છે. એવું તો શું છે આ ઇંડામાં લોકો એને લાઇક કરી રહ્યા છે એ પણ હજી સુધી સ્પષ્ટ નથી થયું. જોકે આ ઇંડાએ લાઇકસનો રેકોર્ડ ધરાવતી કાયલી જેનરની ઊંઘ હરામ કરી નાખી છે.(૨૩.૬)

 

(3:26 pm IST)