Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

આર્થિક અનામતમાં ૮ લાખની મર્યાદા ઘટીને ૫ લાખ થવાની સંભાવના

નોટિફિકેશન જાહેર : કાયદો દેશભરમાં લાગુ

નવી દિલ્હી તા. ૧૫ : સામાન્ય વર્ગના આર્થિક રૂપથી પછાત લોકોને દસ ટકા અનામતનો કાયદો ગઈકાલથી લાગુ થઇ ગયો છે. સરકારે તેની નોટિફિકેશન જાહેર કરી દીધી છે. આ બધાની વચ્ચે સંકેત એ પણ મળ્યા છે કે તેના માટે પ્રસ્તાવિત આઠ લાખની આવક મર્યાદાને સરકાર ઘટાડી શકે છે. તેને ઘટાડીને અંદાજે પાંચ લાખની આસપાસ કરવામાં આવશે.

સામાજિક ન્યાય તેમજ અધિકારીતા મંત્રાલયના જણાવ્યા મુજબ, ગઈકાલે આ કાયદા અંગે નોટિફિકેશન જાહેર થયા બાદ આ કાયદો દેશભરમાં પ્રભાવી થઇ ગયો છે. ગુજરાત સરકારે આ કાયદાને પહેલેથી જ ગઈ કાલે લાગુ કરવાની ઘોષણા કરી છે.

માનવામાં આવી રહ્યું છેકે અન્ય રાજય પણ થોડાક સમયમાં આ કાયદાને ઘોષણા કરી શકે છે. જોકે તેના પર અમલ ત્યારે જ થશે જયારે તેના નિયમ પણ નક્કી થઇ જશે. સૂત્રોનુ માનવામાં આવે તો તેના માટે નિયમોને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે.

(3:14 pm IST)