Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

દરેક મેઇલ-એકસપ્રેસ ટ્રેનોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

પ્રથમ ચરણમાં ૫૦૦ ટ્રેનોને અપગ્રેડ થઇ જશે : ૪૦૦ કરોડ ખર્ચાશે

નવી દિલ્હી તા. ૧૫ : રેલ મંત્રાલય મેલ એકસપ્રેસ ટ્રેનોના કોચમાં યાત્રીઓને આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવશે.રેલવેએ ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ ચરણમાં ૫૦૦ મેઇલ એકસપ્રેસ ટ્રેનોમાં આ સુવિધા આપવાનો લક્ષ્ય રાખ્યો છે. તેના હેઠળ બર્થને વધુ આરામદાયક બનાવશે.કોચમાં એલઇડી, યોગ્ય ટોયલેટ વગેરેનની સુવિધા આપવામાં આવશે.

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ એક ટ્રેનમાં સુવિધાઓ વધારવા માટે ૬૦ લાખથી વધુ ખર્ચ કરવામાં આવી રહ્યા છે.તેમા જુના કોચને સંપૂર્ણ રીતે નવો કરવામાં આવશે. કોચના બહારના ભાગને પણ સજાવટ કરાશે.

કોચની દીવાલો, ફર્શ, ટોયલેટ વગેરેમાં પણ ફેરફાર કરાશે. આ ઉપરાંત યાત્રીઓ માટે જીપીઆઈસ આધારિત સંકેતકે બોર્ડ લગાવાશે. ટોઇલેટની ભાર સ્ટેનલેસ સ્ટીલના વોશબેસીન લગાવાશે. અધિકારીના જણાવ્યા મુજબ મેઈલ-એકસપ્રેસ ટ્રેનોમાં આધુનિક સુવિધા આપવાની યોજના ૨૦૧૮ના નાણાકીય વર્ષમાં શરૂ થઇ હતી. થોડાક સમયમાં ૫૦૦ ટ્રેન અપગ્રેડ કરવામાં આવશે. તેના પર ૪૦૦ કરોડ ખર્ચાશે.

(3:14 pm IST)