Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ગુજરાત રમખાણ : મોદીને કલીનચીટ વિરૂધ્ધ ઝાકીયા ઝાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ચાર સપ્તાહ બાદ સુનાવણી

SITએ ૨૦૦૨ના રમખાણોમાં તત્કાલીન મુખ્યમંત્રી મોદીને આપી હતી કલિનચીટ

નવી દિલ્હી તા. ૧૫ : સુપ્રીમ કોર્ટે આજે ૨૦૦૨ ગોધરા રમખાણો સાથે જોડાયેલ મામલામાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈને કલીન ચીટ વિરૂધ્ધ દાખલ થયેલ અરજી ઉપર ચાર અઠવાડિયા પછી સુનાવણી કરશે. આ મામલામાં એસઆઈટીએ નરેન્દ્રભાઈને કલીન ચીટ આપવા અંગે જાકીયા જાફરીએ આ અરજી દાખલ કરેલ છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તે ગુજરાતના ૨૦૦૨ના રમખાણો મામલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આપવામાં આવેલી કિલન ચીટને પડકારતી ઝકીયા જાફરીની અરજી ચાર સપ્તાહ પછી સાંભળશે. ૨૦૦૨માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એકસપ્રેસના ડબામાં આગ ચાંપવાની ઘટના બાદ સમગ્ર રાજયમાં કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા.

ગોધરા કાંડ બાદના કોમી રમખાણોમાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના ઘરને ટોળાએ આગ ચાંપી દીધી હતી જેમાં તેમનું મોત થયું હતું. મૃતકના પત્ની ઝકીયા જાફરીએ આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૫ ઓકટોબર ૨૦૧૭ના, એસઆઈટીના ચુકાદાને પડકારતી અરજી ફગાવી દેવાના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો.

જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચ સમક્ષ આ મેટર સુનાવણી માટે આવી હતી, જેમાં અરજદાર માટે હાજર રહેલા વકીલે જણાવ્યું કે તેમણે આ સુનાવણી ટાળવા માટે પત્ર લખ્યો છે. બેન્ચે આ મામલે જણાવ્યું કે અરજદારે ચાર સપ્તાહની માંગ કરી છે જેથી આ કેસ અંગે ચાર સપ્તાહ બાદ સાંભળવામાં આવશે.

(3:13 pm IST)
  • ભારતની ક્રિકેટ ટીમમાંથી સસ્પેન્ડ કરાયેલા હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલએ બિનશરતી માફી માંગી : કરણ જોહરના ટીવી શોમાં મહિલાઓ વિષે અભદ્ર કોમેન્ટ કરી હતી : માફી માંગ્યા પછી પણ આ મામલે તપાસ માટે લોકપાલની નિમણુંક કરવા બોર્ડની વિશેષ બેઠક બોલાવાશે access_time 12:38 pm IST

  • બુલંદશહેરની કોર્ટમાંથી બાવરીયા ગેંગનો આરોપી સાજન ઉર્ફે સુનિલ ફરાર :જિલ્લા જેલમાંથી કોર્ટમાં રજૂ કરવા લવાયેલ બાવરીયા ગેંગનો કુખ્યાત આરોપી પોલીસને હાથતાળી આપીને કોર્ટ પરિસરમાંથી નાશી ગયો :આરોપી ફરાર થતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ access_time 1:19 am IST

  • ઓડિસા : 14 વર્ષની સગીરાંથી છાત્રાવાસમાં જન્મેલ નવજાતનું મૃત્યુ ;પ્રિન્સિપાલ સહીત ચાર સસ્પેન્ડ : સગીરાનો આરોપ હતો કે તેણીને અને તેના નવજાતને છાત્રાલયમાંથી બહાર કાઢી મુક્યા હતા તેને એક જંગલમાં શરણ લીધું હતું :ઓડિસાના કંધમાલ જિલ્લામાં એક આદિવાસી આવાસીય વિદ્યાલયના છાત્રાવાસમાં 14 વર્ષની એક કિશોરીને જન્મેલ નવજાત શિશુનો મોટ થતા ચકચાર ;આઠમાં ધોરણની છાત્રાએ એક નવજાતને જન્મ આપ્યો હતો access_time 12:27 am IST