Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

યુપીમાં કોંગ્રેસનું એકધારું ધોવાણ :એકલાહાથે ચૂંટણી લડવાનું પડશે મોંઘુ

2012માં 11,6 ટકા,2014માં 7,5 ટકા અને 2017માં માત્ર 6,25 ટકા જ મત મળ્યા હતા

લખનૌ :ઉત્તર પ્રદેશમાં હવે અખિલેશ યાદવ સાથે માયાવતીએ કોંગ્રેસને હાંસિયામાં ધકેલી સપા અને બસપાએ ગઠબંધન બનાવી  લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસ હવે રાજ્યની તમામ બેઠકો લડશે તેવી વાત કરી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી યુપીમાં કોંગ્રેસની મત ટકાવારીમાં સતત ઘટાડો જોવાઈ રહ્યો છે જોકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પરિણામ આશ્ચયજનક આવશે તેમ કહ્યું છે

  યુપીમાંથી કોંગ્રેસનો એકડો નીકળી જાય તેવી શક્યતા છે યુપીની 80 બેઠકો પર કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાની છે.તેવા સંજોગોમાં કોંગ્રેસ ખરેખર એકલા હાથે લડવાની સ્થિતિમાં છે તે જોવા રહ્યુ.કારણકે છેલ્લી કેટલીક ચૂંટણીઓથી યુપીમાં કોંગ્રેસના મતમાં સતત ઘટાડો થતો રહ્યો છે.2012ની વિધાસભામાં કોંગ્રેસને 11.6 ટકા મત સાથે 28 બેઠકો, 2014ની લોકસભા ચૂંટણી

માં 7.5 ટકા વોટ સાથે 2 બેઠકો અને 2017ની વિધાનસભામાં 6.25 ટકા મત સાથે 7 બેઠકો મળી હતી. આ જ પ્રકારનુ ધોવાણ ચાલુ રહ્યુ તો 80 પૈકી માંડ ચાર કે પાંચ બેઠકો પર કોંગ્રેસ ટક્કર આપી શકશે.ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 114 બેઠકો પરથી ખાલી સાત બેઠકો પર ચૂંટણી જીતી હતી.

(1:27 pm IST)