Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

પશ્ચિમ બંગાળમાં 10 ટકા આર્થિક અનામત લાગુ કરવાનો મમતા બેનરજીનો ઈનકાર

સુપ્રીમ કોર્ટના નિર્ણ્યની રાહ જોશે ;આવક મર્યાદા સામે પણ ઉઠાવ્યા સવાલ

કોલકતા :આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવાના નિર્ણયનો અમલ કરવા માટે પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે ઈનકાર કરી દીધો છે. સૂત્રોના કહેવા પ્રમાણે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહી છે. એમ પણ મમતા બેનરજી પહેલેથી જ સરકારના આ નિર્ણય સામે કાયદાકીય માન્યતાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે.

તેની સાથે મમતા બેનરજીએ કહ્યુ હતુ કે નરેન્દ્ર ભાઈ મોદી સરકારના આ નિર્ણયના કારણે પછાત વર્ગના બાળકો માટે શિક્ષણ અને નોકરીમાં તકો ઓછી થઈ જશે. તેમણે અનામત માટે આવકની મર્યાદા 8 લાખ રુપિયા રાખવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવને કહ્યુ છે કે જેમની આવક 60000 રુપિયા પ્રતિ મહિના હોય તેમના સંતાન સાથે ખેડૂતનો પુત્ર ભણવામાં કેવી રીતે સ્પર્ધા કરી શકશે.

(1:21 pm IST)