Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ફાઈવ સ્ટાર હોટલોમાં જમ્યા બાદ બિલ ચુકવ્યા વગર ગાયબ થયેલા પિતા-પુત્ર પકડાયા

મુંબઈ :ફાઈવ સ્ટાર હોટલોમાં જઈને જમ્યા બાદ હજારો રુપિયાનુ બિલ ચુકવ્યા વગર છુમંતર થઈ જતા પિતા પુત્રને પોલીસે ઝડપી પાડ્યા છે. તેઓ પહેલા હોટલમાં બૂકિંગ કરાવીને પોતાની ઓળખાણ કોર્પોરેટ સેકટરના એક્ઝિક્યુટિવ કે બિઝનેસમેન્ તરીકે આપીને હોટલની રેસ્ટોરન્ટમાં જમવા પહોંચી જતા હતા.જાત જાતની વાનગીઓના ઓર્ડર આપીને હજારો રુપિયાનુ બિલ કરનારા પિતા પુત્ર બાદમાં રેસ્ટોરન્ટના કર્મચારીઓની નજર ચૂકાવી ભાગી જતા હતા.

જોકે શનિવારે તેઓ આ રીતે એક ફાઈવ સ્ટાર હોટલમાં ગયા અને 8831 રુપિયા બિલ કર્યુ હતુ. એ પછી બિલ ચુકવવાની આનાકાની કરી રહેલા પિતા પુત્રને સ્ટાફે ઝડપી પાડીને પોલીસને જાણ કરી હતી.એ પછી પોલીસે સુહાસ નારલેકર અને તેના પુત્ર સ્વપ્નિલ નારલેકરની ધરપકડ કરી હતી. આ પહેલા તેમણે અન્ય એક હોટલને આ રીતે 32000 રુપિયાનો ચૂનો લગાડ્યો હતો.પોલીસને આશંકા છે કે તેમણે ઘણી બધી જગ્યાએ આ રીતે છેતરપિંડી કરી હશે.

(1:16 pm IST)