Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

હર હર ગંગે :કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંગમ તટે લગાવી ડૂબકી

લાખોની સંખ્યામાં ભક્તો સંગમના તટે સ્નાન કરવા ઉમટી પડ્યા

પ્રયાગરાજમાં કુંભ મેળાનો દિવ્ય પ્રારંભ થયો છે અખાડાની સાથે લાખોની સંખ્યામાં ભક્તો સંગમના તટે સ્નાન કરવા ઉમટી પડ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ પણ કુંભ મેળા અંગે શુભેચ્છા પાઠવી હતી, જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ સંગમ તટ પર સ્નાન કર્યુ હતું.

      કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાની પણ કુંભ મેળાની મુલાકાતે પહોચ્યા હતા. તેમણે સંગમ તટે સ્નાન કરી પૂજા અર્ચના કરી હતી. સ્મૃતિએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર કુંભ મેળાની તસવીર પોસ્ટ કરી હતી
  વડાપ્રધાન  મોદીએ કુંભ મેળા અંગે શુભેચ્છા પાઠવી હતી અને ટ્વિટર પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, પ્રયાગરાજમાં શરૂ થઇ રહેલાં પવિત્ર કુંભ મેળા માટે હાર્દિક શુભેચ્છા. મને આશા છે કે, આ પ્રસંગે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓને ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વિવિધતાઓના દર્શન થશે. મારી પ્રાર્થના છે કે મોટી સંખ્યામાં લોકો આ દિવ્ય અને ભવ્ય આયોજનમાં જોડાય.

(12:33 pm IST)