Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

નરેન્દ્રભાઇ ફિલીપ કોટલર એવોર્ડથી સન્માનીત

દેશ માટે નિસ્વાર્થ સેવાથી ભારત આર્થીક, સામાજીક અને ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે આગળ વધ્યું: પ્રોફેશ્નલ સેવાના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યુ ભારતઃ પ્રશસ્તીપત્રમાં વડાપ્રધાનની દુરદર્શીને પણ વખાણાઇઃ પ્રો. ફિલીપ કોટલર વિશ્વ પ્રસીધ્ધ માર્કેટીંગના પ્રોફેસર છે

નવી દિલ્હીઃ નરેન્દ્રભાઇને પહેલો ફિલીપ કોટલર પ્રેસીડેન્શીયલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન કાર્યાલયથી કરાયેલ જાહેર નિવેદન મુજબ આ એવોર્ડના ૩ માપદંડ છે જે પીપલ, પ્રોફીટ અને પ્લાનેટ ઉપર કેન્દ્રીત છે. આ એવોર્ડ ૧ર વર્ષે કોઇ દેશના નેતાને આપવામાં આવશે.

એવોર્ડ માટે નરેન્દ્રભાઇની પસંદગી દેશને ઉત્કૃષ્ટ નેતૃત્વ પ્રદાન કરવા બદલ કરાઇ છે. એવોર્ડના પ્રશસ્તીપત્રમાં જણાવાયુ છે કે અથાગ ઉર્જા સાથે ભારત માટે તેમની  નિઃસ્વાર્થ સેવાના કારણે દેશે ખુબ જ સારો આર્થીક, સામાજીક અને પ્રોધ્યોગીક વિકાસ કર્યો છે. નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ભારતની ઓળખ હવે ઇનોવેશન અને મેક ઇન ઇન્ડીયા સાથે ઇર્ન્ફોમેશન ટેકનોલોજી, અકાઉન્ટીંગ અને નાણા જેવી  પ્રોફેશ્નલ સેવાઓના કેન્દ્રના રૃપે ઉભરી આવી છે. તેમની દુરદર્શી નેતૃત્વથી સામાજીક લાભ અને ડિઝીટલ ક્રાંતી થઇ શકી છે.

આ અંગે વધુમાં જણાવ્યા મુજબ મેક ઇન ઇન્ડીયા, ર્સ્ટાટ અપ ઇન્ડીયા, ડીઝીટલ ઇન્ડીયા અને સ્વચ્છ ભારત જેવી પહેલ ઉપર ચર્ચા થઇ છે જેથી ભારત વિશ્વમાં સૌથી આકર્ષક મેન્યુફેકચરીંગ અને વેપાર કેન્દ્રોમાંથી એકના રૃપે આગળ આવ્યુ છે.

પ્રોફેસર ફિલીપ કોટલર અમેરિકાની નોર્થ વેર્સ્ટન યુનિવર્સીટી, કેલોગ સ્કુલ ઓફ મેનેજમેન્ટમાં માર્કેટીંગના વિશ્વ વિખ્યાત પ્રોફેસર છે. બીમારીના કારણે તેમણે ઇમોરી યુનિર્વસીટીના ડો.જગદીશ શેઠને પોતાના વતી નરેન્દ્રભાઇને એવોર્ડ આપવા ભારત મોકલ્યા હતા. (૧૧.૩)

(11:25 am IST)