Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ચૂંટણીના એલાન પૂર્વે રાહુલ સમગ્ર દેશ ફરી વળશે

મોટાભાગના રાજ્યોમાં યોજશે જનસભાઓ : કોંગ્રેસમાં તૈયારીઓનો ધમધમાટઃ ચૂંટણી ઢંઢેરા માટે લોકો પાસે મંગાતા સૂચનો

નવી દિલ્હી તા. ૧૫ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૃ કરશે. તેઓ યુપી, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને રાજસ્થાન સહિત બધા પ્રદેશોમાં જનસભાઓ કરશે. કોંગ્રેસ અધ્યક્ષના કાર્યક્રમને અંતિમ ઓપ આપવા માટે કોંગ્રેસ નેતૃત્વએ બધા પ્રદેશ મહામંત્રીઓ અને પ્રદેશ અધ્યક્ષોની એક બેઠક બોલાવી છે.

પક્ષના એક નેતાના જણાવ્યા પ્રમાણે રાહુલ લોકસભાની ચૂંટણીના એલાન પહેલા લગભગ બધા પ્રદેશોમાં સભાઓ કરી પ્રચાર શરૃ કરી દેશે. તૈયારી સ્વરૃપે પક્ષે બધા પ્રદેશોમાં સમન્વય અને ચૂંટણી સમિતિની રચના કરી દીધી છે.

કોંગ્રેસના સૂત્રોના કહેવા મુજબ રાહુલની પ.ઉત્તર પ્રદેશમાં રેલી સાથે ઉત્તરાખંડના મેદાનના વિસ્તારોમાં રેલી કરશે. દરમિયાન પક્ષે બધા પ્રદેશ અને સમાજની સાથે ચૂંટણી ઢંઢેરા અંગે સૂચનો માંગવાનું શરૃ કર્યું છે. વેબસાઇટ થકી પણ સૂચનો માંગવામાં આવી રહ્યા છે. બધાના સૂચનો લઇ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરાશે. ખેડૂતોના દેવા માફી સાથે તેમની આવક વધારવા અને રોજગારીની તકો ઉભી કરવાનો રોડમેપ પણ રજુ કરાશે.(૨૧.૯)

(11:22 am IST)