Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

૩ લાખ સુધીની લોન પર કોઈ વ્યાજ નહિઃ ખેડૂતો માટે આવે છે પેકેજ

સરકાર ખેડૂતો માટે એક પેકેજની તૈયારી કરી રહી છે જેમા વ્યાજમુકત લોન, સિકયુરીટી વગરની લોન અને એક આવક સમર્થન યોજના સામેલ છેઃ બજેટ કે તે પહેલા ખેડૂતો માટે પેકેજ જાહેર કરવા તૈયારીઃ બેન્કને વ્યાજની ભરપાઈ કરશે સરકારઃ બેન્કો પણ ખેડૂતોને આપી શકશે વ્યાજ વગરની લોન

નવી દિલ્હી, તા. ૧૫ :. મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર ખેડૂતો માટે પ્રસ્તાવોનું એક પેકેજ તૈયાર કરી છે. જેમા વ્યાજમુકત લોન, સિકયુરીટી વગર લોન અને એક આવક સમર્થન યોજના સામેલ છે.

સૂત્રોના કહેવા મુજબ કૃષિ મંત્રાલય નીતિ આયોગ સાથે ચર્ચા કરી એક યોજનાની રૃપરેખા તૈયાર કરી રહ્યુ છે. જેમા નાના અને દૂર દૂરના વિસ્તારોના ખેડૂતોને આવક સહાયતા પ્રદાન કરવા માટેના ઉપાયો સામેલ છે. જેમા ૩ લાખ સુધીની વ્યાજમુકત લોન પણ સામેલ છે. જે ખેડૂતો સમયસર પોતાની લોન ચુકવી દયે તો સરકાર તેમને પહેલેથી વ્યાજમાં સબસીડી આપે છે જ્યારે બેંક સામાન્ય રીતે વ્યાજમુકત લોન આપવા ખચકાતી હોય છે પરંતુ સરકાર બેંકોને વ્યાજની રકમ આપે તો બેંકો આ યોજના પર આગળ કામ કરી શકે છે.

આ પ્રસ્તાવની જાહેરાત બજેટમા કે તે પહેલા થઈ શકે છે. સૂત્રોના કહેવા મુજબ બેંકોના મંત્રાલયે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. એક અન્ય પ્રસ્તાવ પર ચર્ચા થઈ છે જે ખેડૂતો માટે જામીન વગરની લોન છે. જે ૨ થી ૩ લાખની હોય શકે છે. જો કે બેન્કો આવી લોન આપતી નથી પરંતુ સરકાર ક્રેડીટ ગેરેંટી લ્યે તો આપશે. અત્રે એ નોંધનીય છે કે બેન્કો અને રીઝર્વ બેન્ક લોન માફીની વિરૃદ્ધમાં છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલયે વિવિધ વિભાગો પાસે નવી યોજનાઓ અંગેની માહિતી માંગી છે. જેમા નાણા ફાળવણીથી નાના ખેડૂતો માટે આવક સહાયતાના ઉપાયો પણ સામેલ છે.(૨.૭)

(11:22 am IST)