Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કર્ણાટકમાં ટુંક સમયમાં રાજકીય ધડાકા - ભડાકા

સરકારના ૧૩ સભ્યો આપી શકે છે રાજીનામુ : ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશેઃ ભાજપે તેના ધારાસભ્યોને ગુડગાંવ નજીકના રિસોર્ટમાં ટ્રાન્સફર કર્યા

નવી દિલ્હી/બેંગલુરૂ તા. ૧૫ : કર્ણાટકમાં રાજકીય ગતિવીધીઓમાં ભારે હલચલ જોવા મળી રહી છે. કુમારસ્વામી સરકાર પર સંકટ દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા બીજેપી પર તેમના ધારાસભ્યોને ખરીદીવાનો આરોપ લગાવામાં આવ્યો છે. જયારે બીજેપીએ પણ આ અંગે પલટવાર કર્યો છે. સૂત્રોનું માનીએ તો, કોંગ્રેસમના ૧૦ અને જેડીએલના ૩ ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં છે. બીજેપી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, કે ૧૩ ધારાસભ્યો વહેલી તકે રાજીનામાં આપે. બીજેપી કર્નાટકમાં કુમારસ્વામી સરકાર સામે આવતા મહિને અવિશ્વાસનો પ્રસ્તાવ પણ લાવી શકે છે.

આ સિવાય બીજેપીએ તેમની પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી બોલાવી લીધા છે. કર્ણાટકના ધારાસભ્યોની બેઠક ૧.૩૦ વાગ્યે દિલ્હીના વેસ્ટર્ન કોર્ટ એનેકસીમાં થઇ હતી. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ યૈદુરપ્પાની સાથે સાથે પ્રદેશ ભાજપના મોટા ભાગના નેતાઓ હાજર રહ્યા હતા. જયારે જણાવામાં આવી રહ્યું છે, કે આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી થઇ પરંતુ સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર બેઠકમાં રાજયની રાજનીતિક પરિસ્થિતી પર ચર્ચા કરવાની સાથે બીજેપીએ તેમના ધારસભ્યોને એકસાથે રાખી રહી છે. જેથી તોડ-ફોડથી બચી શકાય. બીજેપી કેન્દ્રીય નેતૃત્વમાં કર્નાટકમાં રાજનૈતિક પરિસ્થિતિને ધ્યાને રાખીને તેના ધારાસભ્યોને ગુડગાંવ નજીક આવેલા એક રિસોર્ટમાં સિફટ કરવાનો નિર્ણય કર્યો છે.

આ બાજુ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમાસ્વામીએ સોમવારે કહ્યું કે રાજયમાં કોંગ્રેસ-જેડીએસની સરકારની અસ્થિરતા પર કોઇ સવાલ નથી. તેમણેએ રિપોર્ટને નકાર્યા જેમાં કહેવામાં આવ્યું છે, કે બીજેપી તેમની સરાકાર પાડવા માટે કથિત રીતે 'ઓપરેશન કમલ' ચલાવી રહી છે. કુમારસ્વામીએ આરોપ લગાવ્યા કે બીજેપી સત્તામાં રહેલી સરકારના ધારાસભ્યોને રૂપિયાની લાલચ આપવાનો પ્રયત્ન કરી રહી છે. જયારે તેમણે વિશ્વાસ વ્યકત કર્યો કે, ગઠબંધનની સરકારનો કોઇ પણ ધારાસભ્ય પક્ષને દગો નહિ આપે.

કુમાર સ્વામીએ કહ્યું કે, મીડીયામાં આવેલા આ રિપોર્ટ(ઓપરેશન કમલ)ને જોયું છે. આજે પણ મે એક મીડીયા રીપોર્ટમાં જોયું કે, રાજયમાં ૧૭ જાન્યુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવશે, મને નથી ખબર કે મીડિયામાં આ પ્રકારના રિપોર્ટ કોણ આપી રહ્યું છે. મને આ રિપોર્ટ જોઇને આશ્યર્ય થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, મને નથી ખબર આવા રિપોર્ટથી કોને ફાયદો થશે મારી સહાલ મુજબ, આનાથી રાજયની જનતાને મોટું નુકશાન થશે. તેમણે મૈસૂરમાં સંવાદદાતાઓ સાથે આ પ્રકારની વાતચીત કરી હતી.(૨૧.૩)

(10:04 am IST)