Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

પ્રયાગરાજ કુંભમેળામાં :પ્રથમ શાહી સ્નાન પહેલા દિગંબર અખાડામાં આગ ભભૂકી :એક ડઝન જેટલા ટેન્ટ બળીને ખાખ

પ્રયાગરાજ: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આયોજિત એવા કુંભમેળાના પહેલા શાહી સ્નાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે આ પહેલા જ એક મોટી ઘટના સામે આવી છે.

  સોમવારે સવારે કુંભમેળામાં બનાવવામાં આવેલા દિગંબર અખાડાના ટેન્ટમાં આગ લાગી છે. આ આગ એટલી ભીષણ હતી કે ગણતરીની મિનિટમાં જ એક ડજન જેટલા ટેન્ટમાં ફેલાઈ ગઈ હતી.

   બીજી બાજુ આગ લાગવાની ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે. જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી.

(8:35 am IST)