Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

14મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનની યુનિ,માં 'સિસ્ટર ડે 'ઉજવાશે

ઇસ્લામિક પુનર્રચનાને પ્રોત્સાહન આપવા માટેનિર્ણંય: છોકરીઓને સ્કાફ અને અબેયા (કાપડ) ભેટ આપી શકાય

 

નવી દિલ્હી :આગામી 14મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનની એક યુનિવર્સિટીમાં ઇસ્લામિક પુનર્રચનાને પ્રોત્સાહન આપવા માટેસિસ્ટર્સ ડેમનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે માહિતી આપી હતી

  . ડોન ન્યુઝે અહેવાલ આપ્યો છે કે ફૈસલાબાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઝફર ઇકબાલ રંધાવા અને નિયમોના નિર્માતાઓએ નક્કી કર્યું છે કે છોકરીઓને સ્કાફ અને અબેયા (કાપડ) ભેટ આપી શકાય છે

  વાઇસ ચાન્સેલર માને છે કે તે પાકિસ્તાનની તાહજીબ ઇસ્લામના અનુસાર છે. વિશ્વભરમાં 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. દિવસે લોકો શુભેચ્છાઓ અને ભેટો સાથે તેમનો પ્રેમ દર્શાવે છે.

  રંધાવાએ જણાવ્યું હતું કે 14મી ફેબ્રુઆરીએ યુનિવર્સિટીમાં ઇસ્લામિક પુનર્રચનાને પ્રોત્સાહન આપવા માટેસિસ્ટર્સ ડેઉજવવામાં આવશે. .

(12:00 am IST)