Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

યુપીમાં સપા -બસપા ગઠબંધનથી ભીમ આર્મી ખુશ : ચંદ્રશેખરે કહ્યું સામાજિક સંગઠનનું સ્વપ્નું પૂરું થયું

જો ભાજપ કોઈ દલિતને ટિકિટ આપે તો પણ મત નહીં આપતા

 

લખનૌ ;ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ચૂંટણી ગઠબંધનથી ભીમ આર્મી ખુશ છે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદે કહ્યુ છે કે ભાજપને હરાવવા માટે ભીમ આર્મી સપા-બસપા ગઠબંધનનું સમર્થન કરશે

   . ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદે સહારનપુરમાં એક કાર્યક્રમમાં વાત કહી. ચંદ્રશેખરે કહ્યુ કે તે ઈચ્છે છે કે ભાજપને હરાવવા માટે એક સામાજિક ગઠબંધન બને. સપા-બસપા ગઠબંધનથી તેમનુ સપનુ પૂરુ થયુ.

ચંદ્રશેખરે કહ્યુ સપા અને બસપાનું ગઠબંધન યુપીમાં ભારતીય જનતા પાર્ટીને રોકવાનું કામ કરશે. વળી, તેમણે કહ્યુ કે જો ભારતીય જનતા પાર્ટી કોઈ દલિત નેતાને ટિકિટ આપે તો તેને મત ના આપતા. પહેલી વાર નથી જ્યારે ચંદ્રશેખરે બસપાને સમર્થન આપવાનું એલાન કર્યુ હોય, પહેલા પણ આવી ઘોષણા તે કરી ચૂક્યા છે. પરંતુ ત્યારે માયાવતીએ તેમના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.

(9:27 pm IST)