Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કોમ્પ્યુટર ડેટા પર નજર રાખવાના ઓર્ડર પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકારી કારણદર્શક નોટિસ

 

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કારણ દર્શક નોટિસ મોકલી છે. જેમાં દેશની 10 એજન્સીઓને કોઇ પણ કોમ્પ્યુટરનો ડેટો જોવાની મંજુરી આપવાના નિર્ણય પર વાંધો દર્શાવ્યો છે. કોર્ટે સરકારને 6 સપ્તાહ સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે

  અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કર્યું હતું કે પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ દેશના કોઇ પણ કોમ્પ્યુટરનો ડેટા જોઇ શકે છે.

(9:17 pm IST)