Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

નોઈડામાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી : એક બાળકનું મોત : ચાર ઘાયલ

બિલ્ડિંગની તોડફોડની કામગીરી વેળાએ દુર્ઘટના :NDRF ની ટીમ દ્વારા રાહત બચાવ કામ શરૂ

નોઇડા:રાજધાની દિલ્હી સાથે જોડાયેલા નોઇડામાં રક ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થતા એક બાળકનું મોત નીપજ્યું છે જયારે અન્ય ૪ ઘાયલ થયા છે.

પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, "આ ઘટના નોઇડા સેક્ટર - ૨૦ના પોલીસ ક્ષેત્રના સેક્ટર ૩૧ સ્થિત નિઠારીમાં થઇ છે. આ ઈમારત તોડીને નવી બનાવવામાં આવી રહી હતી ત્યારે અચાનક જ બિલ્ડીંગનો એક ભાગ ધરાસાયી થયો હતો".

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "જયારે આ બિલ્ડીંગનો એક ભાગ પડ્યો હતો ત્યારે નીચે રમી રહેલા બાળકો એની ઝપેટમાં આવી ગયા હતા".

આ ઘટનાની જાણ પોલીસ અને NDRFને થયા બાદ તેઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા અને રાહત બચાવનું કાર્ય શરુ કર્યું હતું.

(9:09 pm IST)