Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ભારત માટે મોટો ઝટકો: વર્લ્ડ બૅંકે ભારતને પાકિસ્તાન ઝાંબિયા અને ઘાના જેવા દેશની કેટેગરીમાં મૂકી દીધું

વર્લ્ડ બેંકે અર્થવ્યવસ્થાના ભાગલાની શ્રેણીઓના નામોમાં પરિવર્તન કર્યું : ભારતને લોઅર મિડલ ઇનકમ અર્થવ્યવસ્થા ધકેલ્યું

નવી દિલ્હી : વર્લ્ડ બેંકે ભારતને લઇને વિકાસશીલ દેશનું લેબલ હટાવી દીધું છે હવે ભારત લોઅર મિડલ ઇનકમ કેટેગરીમાં ગણવામાં આવશે. ભારત નવા ભાગલા બાદ જાંબિયા, ઘાના, ગ્વાટેમાલા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોની શ્રેણીમાં આવી ગયું છે.

  સૌથી ખરાબ વાત એ છે કે બ્રિક્સ દેશોમાં ભારતને છોડીને ચીન, રશિયા, દક્ષિણ આફ્રીકા અને બ્રાઝીલ અપર મિડલ ઇનકમ શ્રેણીમાં આવે છે. અત્યાર સુધી લો અને મિડલ ઇનકમ વાળા દેશો વિકાસશીલ અને હાઈ ઇનકમ વાળા દેશોને વિકસિત દેશોમાં ગણવામાં આવી રહ્યા છે.

  વર્લ્ડ બેંકે અર્થવ્યવસ્થાના ભાગલાની શ્રેણીઓના નામોમાં પરિવર્તન કર્યું છે. વર્લ્ડ બેંકના ડેટા સાઇન્ટિસ્ટ તારિક ખોખરે જણાવ્યું કે, વર્લ્ડ ડેવલપમેન્ટ ઇન્ડિકેટર્સ પબ્લિકેશનમાં આપણે લો અને મિડલ ઇનકમ વાળા દેશોને વિકાસશીલ દેશોની સાથે રાખવાનું બંધ કરી દીધું છે. વિશ્લેષણાત્કમ ઉદ્દેશ્યથી ભારતને લોઅર મિડલ ઇનકમ અર્થવ્યવસ્થામાં રાખવામાં આવી રહ્યો છે. આપણા સામાન્ય કામકાજમાં આપણે વિકાસશીલ દેશના ટર્મને નથી બદલી રહ્યા. પરંતુ જ્યારે સ્પેશલાઇઝ્ડ ડાટા આપીશું તો દેશોની સુક્ષ્‍મ શ્રેણીનો પ્રયોગ કરીશું.

   વર્લ્ડ બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે મલાવી અને મલેશિયા બન્ને વિકાસશીલ દેશોમાં ગણવામાં આવે છે. પરંતુ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિથી જોઇએ તો મલાવીનો આંકડો 4.25 મિલિયન ડૉલર છે જ્યારે મલેશિયાનો 338.1 બિલિયન ડૉલર છે. નવા ભાગલા બાદ અફઘાનિસ્તાન, નેપાલ લો ઇનકમમાં આવે છે. રશિયા અને સિંગાપુર હાઇ ઇનકમ નોન ઓઈસીડી અને અમેરિકા હાઈ ઇનકમ ઓઈસીડી કેટેગરીમાં આવે છે. નવી શ્રેણીઓનું નિર્ધારણ વર્લ્ડ બેંકના કેટલાક ધોરણોના આધારે કર્યું છે. જેમાં માતૃ મૃત્યુ દર, વેપાર શરૂ કરવામાં લાગનાર સમય, ટેક્સ કલેક્શન, સ્ટૉક માર્કેટ, વિજળી ઉત્પાદન અને સાફ-સફાઇ જેવા ધોરણો સામેલ છે.

(11:06 pm IST)
  • આસામનું જનજીવન ફરી સામાન્ય બનવા લાગ્યુ : આસામમાં સ્થિતિ સામાન્ય થતી જાય છે : ગૌહત્તીમાં સવારે ૯ થી ૪ સુધી કર્ફયુ હળવો કરાયો : દિબ્રુગઢમાં સવારે ૮ થી ૨ સુધી કર્ફયુ મુકિત અપાઈ : બ્રોડબેન્ડ સેવાઓ ગૌહત્તીમાં ફરી ચાલુ કરી દેવાઈ access_time 11:37 am IST

  • હડમતીયા ફાયરિંગમાં ઘવાયેલા યુવકનું મોત: મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાયો : ગામમાં એસઆરપીનો સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો access_time 8:10 pm IST

  • ભાજપ છોડવાનો સીલસીલો શરૂ થયો : 'કેબ'ના વિરોધમાં આસામ અશાંત બન્યુ સાથે ભાજપ છોડવાનો સીલસીલો શરૂ થયાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે. આસામીઝ અભિનેતા જતીન બોરાએ સહુપ્રથમ ભાજપને રામરામ કર્યાને આંદોલનમાં જોડાયા તે સાથે આ સીલસીલો શરૂ થયો છે. આસામ પેટ્રો કેમીકલના ચેરમેન જગદીશ ભુઈયાએ પણ રાજીનામુ આપ્યુ છે. access_time 1:26 pm IST