-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
હરિયાણાની મુર્રાહ ભેંસે 31,131 કિલોગ્રામ દૂધ આપીને ઇતિહાસ રચ્યો : પાકિસ્તાની ભેંસને વિશ્વ રેકોર્ડ તોડ્યો
આખા રાજ્યમાં ખુશીનો માહોલ: ભેંસને જોવા માટે લોકોની ભીડ ઉમટી

હરિયાણાના હિસ્સા જિલ્લાના લિતાની વાસી ગામમાં ખેડૂત સુખબીર ઢાંડાની મુર્રાહ ભેસે પંજાબમાં આયોજિત એક સ્પર્ધામાં 33.131 કિલોગ્રામ દૂધ આપીને પાકિસ્તાની ભેંસનો વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો.
ઢાંડાની ભેંસ સરસ્વતી દ્વારા પાકિસ્તાની રેકોર્ડ તોડવા ઉપર ગામ જ નહીં પરંતુ રાજ્યમાં ખુશીનો માહોલ છે. દરેક લોકો ભેંસના માલિકને અભિનંદન પાઠવે છે. આ ભેંસને જોવા માટે ગામમાં લોકોની ભીડ ઉમટી છે.
ઢાંડાએ જણાવ્યું કે તેઓ મુર્રાહ નસ્લની ભેંસ પાળે છે. તેઓ આ મહિની સરસ્વતીને લઈને પંજાબના લુધિયાનાના જગરાંવ ગામમાં આયોજિત ડેયરી એન્ડ એગ્રી એક્સ્પોમાં ભાગ લીધો હતો. જ્યાં ભેંસે 33.131 કિલોગ્રામ દૂધ આપીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ ભેંસને બે લાખ રૂપિયાનું ઈનામ આપીને સન્માનિત કરવામાં આવી હતી.
પહેલા આ રેકોર્ડ પાકિસ્તાની ભેંસના નામે હતો. પાકિસ્તાની ભેંસે 32.050 કિલોગ્રામ દૂધ આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પહેલા તેમની એક ભેંસ પાકિસ્તાનનો રેકોર્ડ તોડી ચૂકી છે. તેઓ આખો દિવસ ભેંસની સેવામાં લગાવે છે. ભેંસને પોતાના બાળકોની જેમ પાળે છે. તેમના ઘરમાં સરસ્વતીની સાથે ગંગા, જમુના નામની ભેંસો પહેલા રહી ચૂંકી છે.