-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
JNU કેમ્પસમાં વાઇસ ચાન્સલેર જગદીશકુમારની કાર પર વિદ્યાર્થીઓનો હુમલો:ગાડીના કાચ તોડ્યા
કેટલાક વિદ્યાર્થીઓએ ઘેરી લીધા : સિક્યોરિટીએ બચાવી લીધા

નવી દિલ્હી: જેએનયુના વાઇસ ચાન્સેલર જગદીશકુમાર પર કેટલાક વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાના અહેવાલ છે. વીસી સાથે ઝપાઝપી કરવાની કોશિશ પણ કરી હતી તેઓની કારનો કાચ તોડી પાડયો હતો
જેએનયુ વીસી જગદીશકુમારે ઘટના અંગે જણાવતા કહ્યું કે આજે મારા પર હુમલો થયો. મને આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સ સ્કૂલ સુધી જવું હતું પરંતુ મને 10-15 વિદ્યાર્થીઓએ ઘેરી લીધો. તેઓ મારા પર હુમલો કરવાના ઈરાદાથી આવ્યાં હતાં. સદભાગ્યે મને સિક્યુરિટીએ બચાવી લીધો અને હું ત્યાંથી નીકળવામાં સફળ રહ્યો.હતો
જેએનયુ ગત માસથી ચર્ચાના કેન્દ્રમાં છે. જેએનયુ (JNU) ના વિદ્યાર્થીઓ ફી વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમની માગણીઓને જોતા માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એક પેનલની પણ રચના કરી છે. આ બાજુ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ દ્વારા પ્રશાસનિક બ્લોક પર કબ્જા બાદ પહેલીવાર પોતાના કાર્યાલય આવેલા કુલપતિએ 18 છાત્રાવાસના અધ્યક્ષો સાથે બેઠક કરી પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં.
દિલ્હી હાઈકોર્ટે બુધવારે પોલીસને નિર્દેશ આપ્યા હતાં કે ગુરુવારે કુલપતિ, રજિસ્ટ્રાર અને અન્ય અધિકારીઓના પ્રશાસનિક બ્લોકમાં પૂરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવવી જોઈએ.