Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

વારાણસીમાં અનોખા લગ્ન

વર-વધુઓ ફૂલોના બદલે ડુંગળી-લસણની માળા પહેરી સાત ફેરા લીધા

વારાણસી, તા.૧૪: ડુંગળીના વધી ગયેલા ભાવથી આખો દેશ પરેશાન છે. અનેક લોકોનો ખાવાના સ્‍વાદ બગડી ગયો છે તો અને દ્યરોના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશના વારાણસીના નગવાં ગામમાં શનિવારે થયેલા લગ્નમાં

ડુંગળી ચર્ચામાં રહી હતી. અહીં વર-વધૂએ એકબીજાને ફૂલોની માળા પહેરાવવાને બદલે લસણ અને ડુંગળીમાંથી બનાવેલી માળા પહેરાવી હતી. દુલ્‍હા-દુલ્‍હને લસણ-ડુંગળીની માળા હાથમાં લઈને સાત ફેરા લીધા હતા. આ દરમિયાન લગ્નમાં આવેલા મહેમાનોએ પણ નવપરિણીત જોડાને ભેટમાં લસણ અને ડુંગળીના પેકેટ આપ્‍યાં હતાં.

લગ્નના સાત ફેરા બાદ નવવધૂએ કહ્યું કે, ડુંગળીને લઈને અમારા લગ્ન જીવનમાં કોઈ વિવાદ ન થાય તે માટે લસણ અને ડુંગળીના માળા પહેરીને સાત ફેરા લીધા હતા. જયારે દુલ્‍હા વિજય કુમારે કહ્યું કે, વધી રહેલી મોંદ્યવારીને કારણે ડુંગળી આમ આદમી માટે ખાસ થઈ ગઈ છે, આથી આ ખાસ વસ્‍તુને ગળામાં પહેરીને અમે સાત ફેરા લીધા હતા.

આ લગ્નમાં દુલ્‍હા-દુલ્‍હનને અન્‍ય ઉપહારોની સાથે સાથે ભેટમાં લસણ અને ડુંગળી પણ મળી હતી. દુલ્‍હાના મિત્રોનું માનવું છે કે મોંદ્યવારીને કારણે ગરીબોની થાળીમાંથી ડુંગળી ગાયબ છે. શુભ કાર્યોમાં લોકોએ લસણ ડુંગળી વગરચલાવવું પડી રહ્યું છે અથવા તો મોંદ્યા ભાવમાં ડુંગળી ખરીદવી પડી રહી છે. આથી જ લગ્નમાં આ અખોની રીત સરકારને આરીસો બતાવવા માટે અપનાવવામાં આવી છે.

દુલ્‍હાના નજીકના સંબંધી વરુણ સિંહે કહ્યું કે, ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે, પરંતુ સરકાર દરરોજ ભાવ ઝડપથી દ્યટી જશે તેવું કહી રહી છે. પરંતુ ભાવ દ્યટવાને બદલે વધી રહ્યા છે. હવે એવા દિવસો દૂર નથી જયારે ડુંગળી ખરીદનારાઓએ આઈટી રિટર્ન ફાઇલ કરતી વખતે આવકનોસ્ત્રોત પણ જણાવવાનું કહેવામાં આવશે.

નોંધનીય છે કે દેશના અન્‍ય શહેરોની જેમ વારાણસીમાં પણ ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આના પરિણામો લોકોએ ડુંગળીનો વપરાશ ઓછો કરી નાખ્‍યો છે, અથવા લોકો મોંદ્યા ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે. આ દરમિયાન વારાણસીમાં થયેલા આ અનોખા લગ્નની ચર્ચા છે. જયારે ફૂલોની વરમાળાને બદલે ડુંગળી લસણની વરમાળાથી લગ્ન સંપન્ન થયા હતા.

(4:22 pm IST)